________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ | ન હોય તેમ તેઓએ પોતાની કાંતિથી ગર્ભગૃહને પ્રકાશિત કરી દીધુ. પ્રિયંકરા દાસીએ તરતજ સંભ્રમથી નાગરથીને વધામણી આપી. ખુશ થયેલા નાગરથીએ દાન આપ્યું. અને મહોત્સવ કર્યો
મોટા વાચાલ વાજાઓ ઘુમધુમ અવાજ કરી રહ્યા છે. વાંકી વળીને જ્યાં વારાંગનાઓ ઉભી છે એવો નારી સમૂહ નાચી રહ્યો છે. કેસર, કસ્તુરી, અમર, ચંદન, કપૂરનું સરખા ભાગે મિશ્રણ કરાઈ રહ્યું છે. વેશ વિલાસ દેખાઈ રહ્યો છે, માણસો સુંદર વસ્ત્રો ધારણ કરી તેમનાં ઘેર આવી રહ્યા છે. સર્વ પ્રકારનાં ગીતની ધૂન ચાલી રહી છે. દાસ દાસીઓ દોડી રહ્યા છે. મસ્તક ઉપર સંસ્કાર ગ્રહણ કરાઈ રહ્યા છે. અનેક જાતનાં દાન અપાઈ રહ્યા છે, જ્ઞાનીઓ પૂજાઈ રહ્યા છે. ઘોંસરી ઉચી મુકાઈ રહી છે. ભટ્ટ સૂચકો (ભાટચારણો) બિરૂદાવળી બોલાવી રહ્યા છે, મંગલ ગીતો ગવાઈ રહ્યા છે. બંધુ સમુદાય આવી રહ્યો છે. પોપટ વિ. કલકલ અવાજ કરી રહ્યા છે. માનનીય વ્યક્તિઓને માન અપાઈ રહ્યા છે. દેવપૂજા કરાઈ રહી છે. ગુમિબંધન છોડાઈ રહ્યા છે, સંઘની પૂજા થઈ રહી છે, ખાંડ સાથે ઘી અપાઈ રહ્યું છે, સાધુ પાત્રો ઘીથી (ભરાઈ) લેપાઈ રહ્યા છે. એ પ્રમાણે વૈભવથી ચકચૂર, માણસોથી ભરપૂર, વધામણા મહોત્સવ કર્યો. દેવતાની પૂજા કરાવી, ગુરુને પગે પડાવી જલ્દી નામોચ્ચાર કરે છે, અને જિનભદ્ર વીરભદ્ર ઈત્યાદિ નામો પાડ્યા.
પાંચ ધાવમાતાઓથી લાલન પાલન કરાતાં આઠ વર્ષનાં થયા, અનુક્રમે વૃદ્ધિ પામતાં બધા કુમારો કલા અને શાસ્ત્રનો પાર પામ્યા, બત્રીસે કુમારે ધર્મકલામાં વિદગ્ધ (હોંશીયાર) અને સંપૂર્ણ યૌવન અને ગુણ સમૂહવાળા છે. બત્રીસે પણ શત્રુસમૂહનો નાશ કરનાર તેમજ સૌભાગ્યથી દેવકુમાર ને પણ ઝાંખા પાડનારા છે. બત્રીસે જિન અને મુનિભક્તિમાં પરાયણ રહે છે. જેઓએ પોતાનાં રૂપથી કામદેવનું રૂપ જીતી લીધું છે. તેઓ શ્રેણીક રાજાને અતિ પ્રિય છે. કે જે રાજા ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થંકર થનાર છે અને ગર્વિષ્ટ શત્રુરૂપી હાથીઓનો નાશ કરવામાં સિંહ સમાન છે. બત્રીસે માન ઉન્માનથી યુક્ત અને ઉત્તમ લક્ષણ વ્યવ્સન સહિત છે. બત્રીસે બાંધવરૂપી કુમુદને વિકસિત = હર્ષિત કરવા માટે ચંદ્ર સમાન છે. અને કામિનીજન ને આનંદ આપનારા છે, બત્રીસે સરલ સ્વભાવવાળા અને જીવાદિ નવ પદાર્થને જાણનારા છે. તે સર્વે ગુણ સમુહની માલિકા એવી કુલબાલિકાઓને પરણ્યા. હવે તે કન્યાઓની સાથે લીલા કરતાં, સુખ માણતા, પોતાનાં ઘેર વસતાં હંમેશને માટે ચિંતાવિનાના, સ્વર્ગમાં - રહેલ દોગંદક દેવ જેવા, તે કુમારોનો ઉપદ્રવ વગર કાળ વીતી રહ્યો છે.