________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આ બાજુ વિશાળ અને સુંદર ગઢવાળી વૈશાલી નગરી છે. તેનું ઉપદ્રવી શત્રુ સમૂહને હંકારી કાઢનાર ચેડારાજ પાલન કરે છે. તેને જ્યેષ્ઠા અને ચેલ્લા નામે બે કન્યાઓ છે. તે બન્ને ઉંચા પીન સ્તનવાળી, નિજરૂપથી દેવાંગનાનો તિરસ્કાર કરનારી, જીવાદિ પદાર્થને જાણવામાં વિચક્ષણ, જિનશાસનમાં રક્ત અને શુદ્ધ સમકિત ધરનારી; પાંડિત્યના ગર્વથી સ્વચ્છંદ, પુષ્કળ શણગારથી મનોહર શરીરવાળી છે,
- હવે એક દિવસ પ્રશાન્ત એવી તે બન્ને અંતઃપુરમાં રમી રહી હતી, ત્યારે ત્યાં એક પરિવ્રાજિકા આવી જેનાં હાથમાં કંડિકા, ત્રિદંડ, અને ઋષિ આસન છે; પોતાના શાસન/મતના સમસ્ત શાસ્ત્રને જાણનારી ઘણાજર્જર/ જુના શરીરવાળી તે કન્યાના અંતઃપુરમાં આવી ચડી; એવા પ્રકારના પોતાનાં શૌચધર્મની વાત કરવા લાગી કે જે બાળકોને સારી લાગે. તે સાંભળી જિનાગમથી ભાવિત જ્યેષ્ઠાએ કહ્યું હે હલા ! લોહિથી ખરડાયેલું વસ્ત્ર લોહિથી સ્વચ્છ ન થાય. તેમ પાપથી નિર્મિત અશુદ્ધિ શૌચ ધર્મ વડે ન જાય. ઈત્યાદિ વચનથી તેને નિરુત્તર કરી મુખથી ઘણાં પ્રકારની મશ્કરી કરતી હતી જ્યેષ્ઠાની દાસીઓએ તેને ગળાથી પકડી રાજમહેલથી બહાર કાઢી. ત્યારે અનેક પ્રકારના કૂડ કપટવાળી કોધથી ધગધગતી પરિવ્રાજિકા વિચારવા લાગી કે પાંડિત્યથી ગર્વિષ્ઠ આ પાપિણિને દુઃખમાં પાડુ, એમ વિચારી જ્યેષ્ઠાનું ચિત્ર બનાવી શ્રેણીક રાજા પાસે ગઈ. વિનય બહુમાનથી ઉપચાર કરતી પોતાના કાર્યમાં સારભૂત રાજાને તે ચિત્ર દેખાડ્યું. ત્યારે નિર્વિણ છતાં અનુરાગથી વિકાર પામેલ શ્રેણીક રાજાએ પૂછ્યું, રસાતલમાં આવું રૂપ છે કે માત્ર ચિતર્યું છે. ત્યારે પરિવ્રાજિકા કહેવા લાગી કે આ તો ચેડા રાજાની પુત્રી છે. તારે અનુરૂપ મેં કહ્યું છે એમ બોલી હરખાયેલી પરિવ્રાજિકા પોતાનાં સ્થાને ગઈ. ત્યારે શલ્યસ્વરૂપ તેનાં રૂપને દેખી મૂચ્છ પામી પરમધ્યાની યોગીની જેમ શ્રેણીક નિશ્ચલ ચેતનાવાળો થઈ ગયો. તે દેખી એ અરસામાં અભયકુમાર આવ્યો. જે પોતાનાં પિતાશ્રીનો હંમેશ માટે ભક્ત છે. તે બનાવને નહિં જાગી પ્રણામ કરી બેઠો. ત્યારે પિતાશ્રીનું ચિત્ત નાશ પામેલું જાણી, મતિવિશાળ દેશકાલને જાણનારો અભયકુમાર પગે મસ્તક લગાડી પૂછવા લાગ્યો.
આપ આજે ચિંતાતુર કેમ લાગો છો ? મને કહો તો તેનો ઉકેલ લાવું, ત્યારે ફરી ચેતનાનો રાજામાં સંચાર થતાં તે રાજાએ અભયને સર્વ વાત કરી; ચિંતા ના કરો, તે કન્યાને વરવા માટે ચેડા રાજા પાસે મોડું નહિં કરનારો દૂત મોકલો ત્યારે શ્રેણીક રાજાએ દૂત મોકલ્યો, તીવ્ર ઝડપે ત્યાં પહોંચ્યો, દ્વારપાલ વડે નિવેદન કરાયેલ દૂત સભામાં પ્રવેશ્યો, નમસ્કાર કરીને બેઠો.