________________
૬૮
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ચેટક રાજાએ યોગ્ય ઉપચાર કર્યા. (કમપાટીથી) પગે પડીને દૂત વિનંતિ કરવા લાગ્યો કે હે રાજન! તમારે સર્વકલાઆગમ ગુણમાં વિશાળ એવી કોઈ દીકરી છે, તેને વરવા સારુ શ્રેષ્ઠ ભટના સૈન્યવાળા શ્રેણીક રાજાએ મને અહિ મોકલ્યો છે. ત્યારે ચેડા રાજા ક્રોધથી ધમધમી ઉઠ્યો, હે દૂત ! હયકુલમાં ઉપજેલી પુત્રીને વાહિક કુલમાં હું ન આપે. દુતે તે વાત આવીને શ્રેણીકને કહી. ત્યાં તો શ્રેણીક જાણે ચંદ્ર રાહુ ગ્રહિત થઈ ગયો હોય તેવા કાળા મુખવાળો થઈ ગયો. ત્યારે અભયે કહ્યું કે ચિત્તને શાંત કરો, કાર્યસાધી આપીશ. તે સાંભળી રાજા ફરી હરખાયો અને રોમાશિત શરીરવાળો થઈ ગયો. ત્યારે અભયે પણ વાહિક કુલ વંશમાં ઉત્પન્ન થયેલ શ્રેણીકનું સુવિભક્ત અતિશયવાળું રૂપ ચિતર્યું. ગુટિકાથી સ્વર બદલાવી, સ્વભાવિક રૂપ તેજવાળો ચિત્ર સાથે વણિકવેશ કરી વૈશાલીમાં પ્રવેશ કર્યો. રાજભવનનાં દ્વારની પાસે સુગંધી દ્રવ્યોની મોટી દુકાન ખોલીને રહ્યો, ત્યાં જયેષ્ઠાની દાસી સુગંધી દ્રવ્ય લેવા આવે ત્યારે અન્ય વિશેષથી આપે અને શ્રેણીની પૂજા કરે છે. દાસીએ પૂછ્યું “આવું રૂપ કોનું છે ?” આને તમે શા માટે પૂજે છો ?” હે મૃગાક્ષી ! આ શ્રેણીક રાજાનું ચિત્ર છે. અને તે મારા સ્વામી છે. તેથી ભક્તિથી ત્રણેકાળ આરાધું છું. ત્યારે દાસીએ જ્યેષ્ઠા પાસે જઈને કહ્યું કે આજે મેં આશ્ચર્ય દેખ્યું. જ્યેષ્ઠાએ કહ્યું શું દેવું ? ત્યારે દાસીએ સર્વ વૃત્તાંત કહ્યો. મને ભારે કૌતુક ઉપન્ય છે માટે તું જલ્દી તે ચિત્ર લાવ, ત્યારે દાસીએ તે ચિત્ર માંગ્યું. અભય પણ દાસીને તે ચિત્ર આપતો નથી. મને ખાત્રી છે કે તમે ત્યાં લઈ જઈ મારા સ્વામીની અવજ્ઞા કરશો. ત્યારે ઘણી જાતનાં સોગંદ ખાઈ વિશ્વાસ બેસાડી, ઢાંકીને ચિત્ર લઈ જાય છે. રાજહંસ અને હાથી સમાન ગતિવાળી પોતાની
સ્વામીનીને દેખાડે છે. સોગંદ આપી લઈ ગઈ. તે દેખતા જ જ્યેષ્ઠા કામને વશ થઈ ગઈ. તું શેઠને જઈને કહે કે આ તમારો દેવ મારો પ્રિયતમ બને, નહિં તો મારું હૃદય ફાટી જશે. દાસીઓએ અભયને સર્વ વાત કરી ત્યારે અભયે ગર્વ કરી કહ્યું જો કુમારીનો આવો નિશ્ચય હોય તો લાંબો વિચાર નહિં કરનારીનું હું કાર્ય કરી આપું.
અમુક ઠેકાણે રહેલ સુરંગ મુખ પાસે અમુક પૂર્ણિમાએ આવીને ઉભું રહેવું. હું સર્વ શાસ્ત્ર ભણાવી સર્વ સમજ પાડી ત્યાં રાજાને લાવીશ. ત્યાં શ્રેણીક રાજા આવશે અને સંકેત કરશે એમ સંકેત કરીને મનમાં હસી અભયે તે વાત શ્રેણીક રાજાને જણાવી, અભયકુમારે જણાવ્યું કે મંત્રીઓ સાથે સુરંગ