________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દ્વારા શીઘ આવે. ત્યારે શ્રેણીક રાજાએ વિશેષ પ્રકારે શરીરને શણગાર્યું શણગારીને (રથની પાસે) આવ્યો. અનેક જાતનાં હથિયાર જેમાં તૈયાર પડેલા છે. એવાં ઉત્તમ રથમાં બેસી બત્રીસ સુંદર રથવાળા, નિયમિત કાર્યવાળા, સદા વાત્સલ્યવાળા, અપરાધ અને છલ ની અવજ્ઞા કરનારા, બત્રીસ સુલતા પુત્રો સાથે તેત્રીસ રથો વડે સુરંગ દ્વારથી પ્રવેશ કરી ક્યાં કુમારી ઉભી છે ત્યાં પહોંચ્યા. સંકેત સ્થાનને કહી અને હંસના અવાજે કહ્યું કે હે મૃગાક્ષી ! હું તારા કાજે આવી ગયો છું. ઈચ્છા હોય તો તે તેજસ્વી ! રથમાં ચડી જા તે જવા લાગી, ત્યારે ચેલાણા કહેવા લાગી છે હંસગતિવાળી બહેન ! હું પણ તારી સાથે આવું ત્યારે ચેલાણા સાથે રોમાન્નિત અંગવાળી અને રૂપથી સુંદર કા જેટલામાં રથમાં ચઢે છે. તેટલામાં જ્યષ્ટા કહેવા લાગી, હું રત્નપૂર્ણ ઘણાં સોનાવાળો કરંડિયો ભૂલી ગઈ, પ્રભુ હું લઈ આવું ત્યાં સુધી રાહ જુઓ, યેષ્ઠા કરંડિયો લેવા ગઈ ત્યારે પગે નમી તુલસા પુત્રોએ કહ્યું આ શત્રુગૃહ છે. અહિં વધારે રોકાવું સારું નહિં. તેથી ચેલાણી ને લઈ જલ્દી નીકળી ગયો. એટલામાં ઝા આવી અને શૂન્ય દેખી વગર વિનાશે દોડી મોટો અવાજ કરવા લાગી હાં ! ચોર ચોર ! દોડો દોડો! બિચારી મારી બેન હરાઈ રહી છે. જલ્દી આવો તે સાંભળી કોધથી થરથરતાં હોઠવાળા હાથનાં ઘાતથી હાથ પટકી જમીનમાં તિરાડ પાડી દીધી છે એવાં ચેડા રાજા તૈયાર થાય છે. ત્યારે વીરાંગે કહ્યું કે મને આદેશ આપો કે હું જાઉં. ત્યારે ચેડા રાજાએ જાતે પાન બીડું આપી તેને રવાના કર્યો અને જલ્દી સુરંગ પાસે આવ્યો ત્યારે સૂર્યના રથ સમાન તેઓના રથ દેખ્યાં. અને દેવોમાં અસુરોની જેમ કમશઃ તે રથોમાં રહેલા નાગરથીના પુત્રોને જોયા. અને એકજ બાણે વીંધી નાંખ્યા. સુરંગનું મુખ સાંકડુ હોવાથી તેમનાં રથોને દૂર કરે છે, તેટલામાં શ્રેણીક રાજા ઘણી ભૂમિ ઓલંગી ગયો.
ત્યારે પાછા વળી વીરાંગે શીશ નમાવી જે બન્યું તે સર્વ હકીકત જણાવી. ત્યારે ચેડા રાજા દીકરીનું અપહરણ કરનાર રાજા ઉપર રોષે ભરાણો અને શ્રેણીકના સુભટો માર્યા ગયા તેથી સંતોષ થયો. તે સાંભળી સંસાર સ્વરૂપ જાગી જ્યેષ્ઠા વિરક્ત થઈ ગઈ. ભોગોને ધિક્કાર હો, જેના માટે પોતાની સગી બહેન પણ નિરર્થક ઠગે છે. મળમૂત્રમાં ઉદ્ભવેલ અનેક જાતનાં પરિભવ કરનારાં કામોને ધિક્કાર હો. ક્ષણ માત્ર સુખ આપનારા, નરકના માર્ગમાં કામોને ધિક્કાર હો, અંતે દુ:ખના દરિયામાં ડુબાડનારા, અકસ્માત નાશ