SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પામનારા કામોને ધિક્કાર હો. ગુણરૂપ ઝાડોની શાખાઓને બાળવામાં દાવાનલ સમાન, શરીરના બળનો નાશ કરનારા કામોને ધિક્કાર હો, આ વિષયોમાં જે રતિ (રાગ) કરે છે તે આત્માને દુઃખમાં મોખરે કરે છે. તેથી, એઓને છોડી દઉં, એમ વિચારી તાત પાસે જઈ સર્વ વાત કરી. ત્યારે પિતા પાસે રજા માંગી. પિતાશ્રીએ રજા આપી. ત્યારે જ્યેષ્ઠા ચંદનબાળા સાધ્વીજી પાસે જઈ, બ્રહ્મચર્ય તપ નિયમ ધરનારી ગુણરૂપી રત્નોથી ભૂષિત રથમાં ચડી આવી પાપનું મર્દન કરનારી ચંદનઆર્યા પાસે સાધ્વીજી બની. આ બાજુ માર્ગમાં શ્રેણીક હે જ્યકા' ! એ પ્રમાણે બોલાવી ત્યારે તે બોલી હે સ્વામી ! હું જ્યેષ્ઠા નથી, પણ તેની નાની બહેન ચેલાણા છું. હે પ્રિયતમા ! ગુણ સમૂહથી શ્રેષ્ઠ તું તો સર્વ જ્યેષ્ઠા છે, શ્રેણીક રાજાને પણ ચલણા ના લાભથી હરખ પામ્યો અને મિત્રોના મરણથી શોક પામ્યો. ચલ્લણા પણ બહેન વચનથી વિષાદવાળી થઈ અને શ્રેણીકને વરવાથી અતિપ્રસન્ન થઈ અનુક્રમે રાજગૃહી પહોંચ્યા. ચેલણાને રાજભવનમાં મૂકી સુભટો સાથે આંસુ સભર આંખોવાળો નાગરથીને ઘેર ગયો અને પુત્ર મરણની વાત કરી તે સાંભળી પરિવાર સહિત નાગરથી દુઃખીમને આકંદન કરવા લાગ્યો. હા પુત્ર ! હા પુત્ર! તમે ક્યાં ગયા, અરે અકાળે પ્રાણ છોડી યમઘરે જતા રહ્યા. હે વિધાતા ! જેનો પાર પામવો મુશ્કેલ છે એવા ભયંકર દુઃખ દરિયામાં મને કેમ નાંખ્યો, હા હા દયા વગરના ! અનાર્ય ! શરમ વગરનાં હે વિધાતા ! આ શું કર્યું છે કારણથી શત્રુ સૈન્યનું મર્દન કરવામાં સમર્થ એવાં મારા પુત્રોનું જીવન તે એકજ સમયે હરી લીધું. ઘડપણમાં પુત્રો મને પાળશે એ જાણી હું મનમાં હરખાયો, પણ તે બધું નકામું નીવડ્યું. ધરતીએ આળોટતો એ પ્રમાણે વિલાપ કરવા લાગ્યો. અને દોરી વિ. ના બંધન વગરનો થયેલા ઈન્દ્રધ્વજ ની જેમ ધન્ દઈ નીચે પડ્યો. સુલસા પણ પૃથ્વી પીઠ ઉપર પડી ગઈપરિજને સ્વસ્થ કરી ત્યારે વિલાપ કરવા લાગી. બુદ્ધિ વગરની મેં જાતે આવી મતિ કરી. હે વિધાતા ! લક્ષણ અને પુણ્યવગરની મેં જો ઉદ્વેગ પામીને એક સાથે ગુટિકા ખાધી ન હોત તો એક સાથે બધા પુત્ર મરણનું દુઃખ મારા માથે આવી ન પડત. હા પુત્ર ! હા પુત્ર ! તમારું મરણ થતા દીન એવી હું મારું મોટું કોને દેખાડીશ. અરે પુત્રો ! તમે એક જ સમયે અનાથ એવી મને
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy