SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૧ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ કોની આગળ મુકીને દોડી ગયા. (દોડી જાઓ છો) દુઃખથી સંતપ્ત અને રડતા એવા તેઓને અભયે કહ્યું તમે અતિશય વિકાર પામનાર સંસાર સ્વરૂપને જાણો છો. તેથી શોક કરવો યોગ્ય નથી. કારણ કે આ સંસારનો ફેલાવો દ્રધનુષ્ય અને વિજળીની છટા જેવો અસાર છે. (ક્ષણભંગુર છે.) સંધ્યાટાણેના વાદળ સમૂહથી શોભતી રેખા શ્રેણી સમાન; મદોન્મત્ત હાથીનાં કાનની લીલા જેવો ઉનાળામાં દેખાતા ઝાંઝવાના જળ જેવો; પવનથી ઉડાડેલ ચક્કર ખાતાં રૂ સમાન સાગરમાં ઉઠતા તરંગ જેવો. કામિની કટાક્ષ સમાન ચંચલ છે. આવા અત્યંત નિસ્સાર સંસારમાં “તમારા મનને શોક કેવી રીતે વિક્વલ બનાવે ?” કારણ કે તમે તો સર્વજ્ઞ ભાખેલું જાણી તે રીતે કાયાથી આચરનારા છો. વળી દેવો વડે કે પૌરુષથી કે મંત્ર તંત્રથી કોઈનું મરણ વારી શકાતું નથી. ઘણાં પૈસા ખર્ચીને પણ મરણને થોડીવાર માટે ઝાળી શકાતું નથી. માટે આવું સંસાર સ્વરૂપ જાણી શોક છોડી ધર્મમાં ઉદ્યમ કરો. જેથી અન્ય જન્મમાં આવા દુઃખનો અવસર ના આવે. બુધજન પ્રિય અભયના વચન સાંભળી કાંઈક શોક ઓછો થયો. લૌકિક કૃત્ય કરી જિનેશ્વરની પૂજા કરી ધર્મમાં ઉઘમ કરવા લાગ્યો. માણસો સાથે શ્રેણીક અભય ઉઠી પોતપોતાના ઘેર ગયા. પોતાનાં ધર્મ કર્મમાં મગ્ન બનેલ સુલસી વિ. કાળ જતાં શોક વગરનાં થયા. આ બાજુ ગ્રામ આકર નગરમાં વિચરતાં કામદેવ રૂપી શત્રુનું નિર્મલન કરતાં, કેવલજ્ઞાની, મિથ્યાત્વરૂપી અંધારાને ઉલેચન માટે સૂર્ય સમાન દેવોથી પરિવરેલા વર્ધમાન સ્વામી ઈંદ્રની નગરીના ગુણસમૂહને ધારણ કરનારી ચંપાપુરી માં પધાર્યા. દેવોએ રચેલા સમવસરણમાં બિરાજમાન થઈ બાર પર્ષદા મધ્યે પ્રભુએ સુંદર ધર્મ દેશના આપી. યથા આ ભવ સમુદ્રમાં જીવ કોઈક સુકૃત વિ. થી કમોં ખપાવે છે. તેને મનુષ્ય જન્મ મળે છે. તેમાં વળી પરમ રમણીય જિનેશ્વરનાં ધર્મને કોઈક પુણ્યશાળી મેળવે છે. તેથી ધર્મકાર્યમાં ઉદ્યમ કરો અને અતિગર્વિષ્ઠ પ્રમાદ શત્રુનુ દલન કરો, પાંચ પ્રકારનાં મહાવ્રત ને ધારણ કરો, અતિદુષ્કર અનેક જાતનાં તપને આદરો. આ આંતરામાં હાથમાં ત્રિદંડવાળો છત્રછાદિત મસ્તક વાળો ગુણવાન શ્રાવક ધર્મવાળો અંબડ પરિવ્રાજક પ્રભુને વાંદવા આવ્યો. પ્રદક્ષિણા આપી અને પ્રણામ કરવામાં પ્રવીણ ગુણથી મહાઅર્થવાળા શકસ્તવ ભણી રોમાશિત અંગવાળો એ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો.
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy