________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
દેવોથી વંદાયેલા ચરણવાળા, ચંદ્રના કિરણ જેવાં ચરણવાળા, મરણ વગરનાં, ક્લેશ કંકાસ વગરના, કામદેવરૂપી હાથીને હણનારા, વીરપ્રભુ ય પામો.
૭૨
જેમનો કર્મમળ શાંત થઈ ગયો છે. ગચ્છના સાધુઓને નિર્દોષ (શુદ્ધ) કરનારા ! ભવ્યજીવોનાં શરણભૂત ! તપસ્વી અને ચારિત્રધારીને શરણભૂત એવા આપનો જય હો !
સંસારથી તપેલાં પ્રાણીઓને ઠંડક આપવામાં ચંદન સમાન ! પ્રભુ જય પામો ! સંસારના બળને હરનારા ! અન્યદર્શનનાં બળને હરનારા જય પામો! આપત્તિની ધૂળને શમાવવામાં વાદળ સમાન ! મનુષ્યરૂપી ભ્રમર માટે શ્રેષ્ઠ કમળ સમાન, અતિશય વિકસિત કમળ સરખા નયણોવાળા! મોક્ષમાં ગમન કરાવાસારુ નયન (નેતા) સમાન જય પામો ! આખુંય જગત જેમને પ્રણામ કરે છે ! કાષ્ઠ ધન અને રત્ન ઉપર સમષ્ટિ રાખનાર ! શ્રેષ્ઠ, કાન, હાથ અને દાંતવાળા જય પામો ! પાણીવાળા વાદળાની જેમ વિસ્તાર પામેલ ! કપટરૂપી ભટના ફેલાવનો ક્ષય કરનાર, યશના પ્રસારથી શ્વેત, ઈન્દ્રિયરૂપી ઘોડાને દમનારા! મદોન્મત્ત હાથી જેવી ચાલવાળા, છલરૂપી સાપનો છેદ કરવામાં કર્પર (હથિયાર વિશેષ) સમાન, ભવરૂપી રત્નાકરથી તરનારા પ્રભુ જય પામો! અસ્ખલિત શાસનવાળા (જેમનાં શાસનને કોઈ પરાસ્ત ન કરી શકે) દેવેન્દ્રથી વંદિત ચરણકમળવાલા હે વીરનાથ ! મને શિવસુખ આપો. એ પ્રમાણે સ્તુતિ કરી. ગુણરાશિવાળી ધર્મદેશના સાંભળી પ્રભુને નમી કહ્યું કે હું રાજગૃહી નગરી જાઉં છું.
ત્યારે જગદીશ્વરે ચૈત્ર મહિનામાં મત્ત બનેલી કોયલ જેવા મધુર સ્વરે કહ્યું કે સુલસા શ્રાવિકાને મારા તરફથી પ્રવૃત્તિ પૂછો. ‘“ઈચ્છું'' કહી ક્ષણવારમાં ગગનમાર્ગે રાજગૃહી આવ્યો. સુલસામાં કોઈક ગુણના કારણે વીતરાગનો પણ સુલસા પ્રત્યે સુરનર સભા વચ્ચે પણ આવો પક્ષપાત છે.
‘‘તે સર્વની પરીક્ષા કરું’' એમ વિચારી અન્યરૂપે તેનાં ઘેર જઈ આદરથી ભોજન માંગ્યુ. ધર્માર્થી તે સુલસા કોઈ પણ રીતે કશું આપતી નથી. તેથી નગરની બહાર નીકળી જાય છે. હવે પૂર્વ દ્વારે ચારમુખવાળા, પદ્માસને બેસેલ, હંસવાહનવાળા, સુંદર ચારભુજાવાળા, બ્રહ્માની જપમાળા, બ્રહ્માક્ષસૂત્ર, જટામુગુટથી યુક્ત, સાવિત્રી (બ્રહ્માની પત્ની) થી સંબદ્ધ, નગરજનો સમક્ષ ધર્મ કહેવા લાગ્યાં. જ્યારે એવું બ્રહ્માનું રૂપ કરીને રહ્યો. ત્યારે નગરજનો તેને દેખી અહો ! આ તો બ્રહ્મા પધાર્યા એમ માની ઘણાંજ આકર્ષિત પ્રસન્ન