________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સખીઓએ સુલસાને પણ આવવાનું કહ્યું. આ તો દાંભિક છે. એમ સમજી નિશ્ચલ મનથી ઘેર જ રહી. ત્યારે બીજા દિવસે દક્ષિણ દિશામાં ગરુડ ઉપર બેસેલ, લક્ષ્મીયુક્ત, જેનાં હાથમાં ગદા, શંખ, ચક્ર, સારંગ નામનું ધનુષ, (ગંધર્વ જાતિની દેવીઓ) વહુની કાંતિને હરનાર, કપટની ખાણ એવા વિષણુંનું રૂપ કર્યું. તેનાથી પણ સુલસા રંજિત ન થઈ, ત્યારે ત્રીજા દિવસે પશ્ચિમવારે ચંદ્રના તિલકવાળા, રાખ લગાડેલ શરીરવાળા, બળદ ઉપર સવાર થયેલ, જેનો અધ ભાગ પાર્વતીથી યુક્ત છે, જેનાં હાથમાં ડમરુક, ખટવાંગ (શિવનું શસ્ત્ર) ત્રિશુલ છે = શિવના સેવક ગણ વિશેષથી પરિવરેલ શંકરનું રૂપ લીધું. અને ધર્મ શાસ્ત્ર કહેવા લાગ્યો. તો પણ ગુણથી વિશાલ સુલસા ન આવી, ત્યારે ચોથા દિવસે ઉત્તર દિશામાં રત્ન, સોના, ચાંદીના ત્રણ ગઢ બનાવ્યાં જે કાંગરા (કોટ ના તોરણ ઉપરનું ચણતર) તોરણ, દ્વારથી વિસ્તૃત છે, તે સમવસરણની મધ્યે આસોપાલવની નીચે સમુવલ સિંહાસન ઉપર ચાર રૂપધારી, કર્મ શત્રુને ભગાડી કાઢવામાં વીર એવાં જિનેશ્વર બેસેલ છે અને અષ્ટ પ્રતિહાર્ય બનાવ્યા, વૈર શાંત થઈ ગયું છે એવા પશુઓ દેખાડ્યા, આવું તીર્થંકરનું રૂપ ધારણ કરી ધર્મ દેશના દેવા લાગ્યો. તેમાં ચાર પ્રકારનો ધર્મ અને મુનિ, શ્રાવક ના ભેદવાળા અતિશય સુંદર ધર્મનું વ્યાખ્યાન કરે છે. તે સાંભળી રોમાંચિત બનેલ લોકો ન્હાઈ ધોઈ ભક્તિથી તેમની પાસે જવા લાગ્યા. સુલતાને આંબડે કહેવડાવ્યું કે જિનવંદન કરી તારા પાપ ધો ! સુલસાએ કહ્યું કે ઈંદ્રવંદ જેમને નમન કરે છે એવાં વીર પ્રભુ અહિં પધાર્યા નથી. જો પ્રભુ પધારે તો મારો દેહ રોમાશિત થયા વિના રહે નહિં. આઠ કર્મરૂપી શત્રુનો નાશ કરનારા તીર્થકરો ચોવીશ જ હોય છે. ' અરે આ તો પચીશમાં તીર્થંકર છે. પચીસમાં તીર્થકર ક્યારે ન હોય આ તો કોઈ કપટી માણસોને ઠગવા માટે જિનવરનાં ધર્મ શાસ્ત્રને કહી રહ્યો છે. (કોઈકે/અંબ૩) કહ્યું તું ઘબરા નહિ આનાથી (તારા આવવાથી) તો શાસન પ્રભાવના થશે, સુલસા બોલી ખોટા ઢોંગથી પ્રભાવને ન થાય. આવી પરિસ્થિતિમાં પણ સુલસા પ્રેરાઈ નહિં. એમ સુલતાને ચલાયમાન ન કરી શક્યો ત્યારે અંબડ વિચારવા લાગ્યો. કઢસમકિતના કારણે પ્રભુએ પ્રશંસા કરી તે યોગ્ય જ છે. ત્યારે સર્વમાયાજાળ સમેટીને મૂળરૂપમાં સુલસાને ઘેર આવ્યો. જેટલામાં નીસિહિ કરે છે, તેટલામાં સુલસા સામે ગઈ અને કહેવા લાગી.
પધારો ! શ્રાવક પધારો ! અહો ગુણાઢ્ય, મહાધર્મબંધુ (સાધર્મિક)