SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ જેમ અનેક યક્ષની પૂજા=આકાંક્ષા દોષમાટે થઈ તેમ અહીં પણ જાણવું. વિચિકિત્સા દ્વાર - વિચિકિત્સા એટલે અનુષ્ઠાનના ફળમાં અવિશ્વાસરૂપ મનનું ડગુમગુ થવું, એટલે કે આ અનુષ્ઠાથી મને સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત થશે કે નહિં. - વિદ્વત જુગુપ્સા - વિદ્વાન-મુનિ તેઓની નિન્દા કરવી, મુનિઓનાં મલિન ગાત્રાદિ જોઈ છૂણા-જુગુપ્સા કરવી, બન્ને સ્વરૂપ માટે એક દષ્ટાન્ત ગ્રન્થકાર રજૂ કરે છે. પૃથ્વીસાર અને દીતિદિવ આ જંબુદ્વીપના મહાવિદેહમાં નગરગુણોનું નિવાસસ્થાન, નિરુપહત - (ઉપદ્રવ વગરનું) અને જે જિનેશ્વરનાં વચન જેમ નૈગમ સંગ્રહ વ્યવહારનયથી ભાવિત (યુક્ત) આચારપ્રધાન હોય છે, તેમ આ નગર અનેક રસ્તા, સંગ્રહસ્થાન, અને વ્યાપારથી યુક્ત અને પ્રધાન આકારવાળું છે. ગગનતલ જેમ સૂર્યચંદ્રમંગલ ગુરુ, બુધ, શુકથી વ્યાપ્ત અને ચિત્ર નક્ષત્રથી શોભે છે; તેમ આ નગર શુરવીર રાજા, મંગલ, પંડિત, ગુરુ, કવિ, હંસ, પોપટ વિ. પક્ષીઓથી ભરપૂર અને ચિત્રોથી સોહામણું છે. વિષ્ણુ જેમ સુદર્શન ચક્રનો આધાર અને લક્ષ્મી(નું) સાથે વાસ કરનારો છે; તેમ આ નગર સમકિતધારીઓનો આધાર અને લક્ષ્મી સંપત્તિનું નિવાસ સ્થાન છે. શ્રેષ્ઠ પહાડ જેમ સેંકડો વાંસથી યુક્ત અને જંગલી પશુઓથી વ્યાપ્ત હોય, તેમ આ નગર સેંકડો કુલવંશવાળુ અને શ્રાવક કુલવાળું છે. ધનુષ જેમ બાણવાળું અને દોરીવાળું હોય તેમ આ નગર મકાન અને ગુણોથી યુક્ત છે. ઘણું કહેવાથી સર્યું. દેવનગર સમાન આ શ્રેષ્ઠ નગરનું શ્રીપુર નામ છે. તેનું શત્રુરૂપી હાથીનો નાશ કરવામાં વનરાજા=જંગલી સિંહસમાન, ભટ સમૂહથી યુક્ત શત્રુંજય નામનો રાજા પાલન કરે છે. જે રાજા જેમ પિતા સંતાનનું પાલન કરવામાં ઉદ્યમી હોય છે તેમ આ રાજા પ્રજાનું પરિપાલન કરવામાં ઉદ્યમી છે, મહાન ધનુર્ધારી જેમ વાંકો નથી હોતો તેમ સરલ, નવયૌવનથી ઉચ્છખેલ કામુક જેમ પ્રિયાને બોલનારો (/બોલાવનારો) હોય તેમ રાજા પ્રિય બોલનાર છે. ત્રિકૂટ પર્વત જેમ વાંસ વગરનો હોય તેમ કલંક વગરનો શંકર જેમ ભભૂતિ - શંખવાળો હોય તેમ આ રાજા વિભૂતિ - આબાદીવાળો છે. તેને સૌભાગ્યથી ગર્વિષ્ઠ જયશ્રી નામે પ્રિયા છે.
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy