SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ભક્તિ પૂર્વકની ઘણી વિનંતીથી તુષ્ટ થઈ તેનું (ઈંદ્રદત્તનું) સાન્નિધ્ય કરે છે. ઈન્દ્રદત્ત પણ ઉજજ્યનીમાં રાજકાર્યથી ઘેર આવતા રસ્તામાં નદી ઉતરતા વરસાદ ના કારણે પૂર આવવાથી તણાવા લાગ્યો. ત્યારે ચલાયમાન મણિકુંડલવાળા, દીપતા મુગટમણિથી ભાસુર, હારથી શોભતી છાતીવાળા, આભરણોથી શોભતાં યક્ષે હથેળીમાં લઈ પાર ઉતાર્યો. ઉતારીને યક્ષ અદશ્ય થઈ ગયો. તે ઈન્દ્રદત્ત તે બીનાને સ્વપ્નની જેમ માનતો પોતાનાં નગરમાં ગયો. રાજકાર્ય નિવેદન કરી ઘેર આવી સર્વ વાત કરી, ત્યારે પત્નીએ કહ્યું તે તો યક્ષ હતો. તમારા રક્ષણ માટે હું તમે ગયા ત્યારથી દરરોજ યક્ષની આરાધના કરું છું. ઈન્દ્રદત્ત - તે યક્ષ ક્યાં છે ? ગુણવંતીએ દેવલુકમાં રહેલ યક્ષ (પ્રતિમા) દેખાડી. પતિએ કહ્યું જો એકનો આટલો પ્રભાવ હોય તો “સર્વ દેવોની પ્રતિમા દેવાલયમાં બેસાડી આરાધના કર !” ત્યારે ઝાડ વિ. નીચેથી સર્વ દેવોની પ્રતિમા લાવીને દેવાલયમાં સ્થાપી. દરરોજ આરાધવા લાગી. એકવાર ફરી વર્ષાકાળ આવ્યો. તમાળના પાંદડા સરખા વાળા વાદળાના વલયથી આકાશતલ અંધાર્યું. યમની જીભ સરખી વીજ ચમકવા લાગી. તે સમયે ફરી રાજકાર્ય માટે રાજા દ્વારા પ્રેરણા કરાયો ત્યારે પૂર્વે ભય જોયેલો હોવાથી તેણે સવિશેષ પૂજા સત્કારાદિથી સર્વ દેવોને આરાધવાની પત્નીને ભલામણ કરી. ઈન્દ્રદત્ત કાર્યકરી જેટલામાં પાછો આવે છે; તેટલામાં નદીમાં પૂરથી તણાઈ છે યોજન ગયો. આયુષ્ય શેષ હોવાથી બચી ગયો. ઘેર આવતાં કોધથી ધમધમી પત્નીને કહેવા લાગ્યો, હે પાપિણી! તેં દેવતાઓની પૂજા કરી નહિં હોય, જેથી કોઈએ મારી સહાય ન કરી. તે બોલી ગુસ્સે ના થાઓ. જો મારાં ઉપર વિશ્વાસ ન હોય તો તમે જઈને જુઓ મેં તો સવિશેષ પૂજા કરી છે. તે પ્રમાણે દેખી કોધને વશ બનેલ તે ઈન્દ્રદત્ત ફરશી ઉપાડી પ્રતિમાઓ તોડવા તૈયાર થયો ત્યારે પૂર્વયક્ષે હાથ પકડ્યો. અને કહ્યું આમ ન કર. પહેલાં મને એકને પૂજતો હોવાથી સ્વઅપવાદનાં તમને પૂજનારની હું સહાય ન કરું તો મારી હલકાઈ દેખાશે એવાં) ભયથી સદા પાસે રહેતો. અત્યારે આ કરશે, પેલો કરશે, એમ અમે સર્વ યક્ષોએ ઉપેક્ષા કરી. ત્યારે તેનાં વચનથી પ્રતિબોધ પામી એક છોડી સર્વને પૂર્વના સ્થાને મૂકી આવ્યો. ઇંદ્રદત્ત કથાપુરી
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy