________________
| ૭૮
નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ નિધાન દેવતા તેમને ક્ષોભ પમાડવા સમર્થ ન થયો પ્રગટ થઈ નિધાન પ્રગટ કર્યું. તે નિધાનને ગ્રહણ કર્યું અતિથિ દેવતાની પૂજા કરી. મોજમજા માણી પ્રસિદ્ધિને પામ્યો.
“ઈતિ શ્રીધર કથા સમાપ્તમ” એ પ્રમાણે શંકા આ લોકમાં અનર્થ કરનારી છે અને સમકિતના દૂષણભૂત શંકા તો ઉભયલોકમાં આપત્તિના પહાડ ઉભા કરનારી છે. માટે અપ્રમત્ત થઈ તે શંકાને દૂર થી સલામ કરવા. એ પ્રમાણે શંકા દ્વાર પુરું થયું. '
કાંક્ષા દ્વાર કહે છે... બીજા બીજા દર્શનને ગ્રહણ કરવા તે આકાંક્ષા જ્ઞાનાવરણીય કર્મનાં ઉદયથી અનિશ્ચિત ચિત્તવાળા જે અપરાપર દર્શનમાં કહેલાં અનુષ્ઠાનને કરે છે. ચકાર દેશ અને સર્વ કક્ષાનું સૂચક છે. ત્યાં દેશ કક્ષા શાક્યાદિ એક દર્શનની કાંક્ષા, સર્વ દર્શનોની કાંક્ષા તે સર્વ કાંક્ષા; તેનાં વિષે ઐહિક દ્રષ્ટાન્ત કહે છે.
ઈન્દ્રદત્ત કથા
આ ભરતક્ષેત્રમાં ધનજનથી સમૃદ્ધ માલવ નામે નગર છે. ત્યાં સર્વપૂજાનું પરિપાલન કરવામાં તત્પર પ્રતાપી, શત્રુપક્ષને આકાંત કરનાર, પૃથ્વીપાલ નામે રાજા છે. તેને પોતાનાં રૂપથી રતિને ઝાંખી પાડતી રતિસુંદરી નામે પટ્ટરાણી છે. તે જ નગરમાં બુદ્ધિસંપન્ન દાક્ષિણ્યનો દરિયો, વિનીત, કૃતજ્ઞ, ઉત્તર પ્રત્યુત્તર આપવામાં નિપુણ ઈન્દ્રદત્ત નામે કુલપુત્ર છે. તેને અનુરાગી ગુણવતી નામે પત્ની છે, રાજાએ તેનાં ગુણો સાંભળ્યા તેથી રાજાએ કોઈક રાજા પાસે મોકલ્યો. તે વિશેષરૂપે કામ કરીને આવ્યો. ત્યારે આ સારો છે જેથી કરીને રાજકાજ માટે સર્વરાજકુલમાં તેનેજ મોકલે છે. અને તે ઈંદ્રદત્ત પણ દાક્ષિણ્યના લીધે રાજ આદેશની અવજ્ઞા કરી શકતો નથી. અને તેથી તે કાલે અકાલે સર્વ ઠેકાણે જવા લાગ્યો.
એક વખત વર્ષાકાળે ઉજૈનીમાં મોકલ્યો. તેની ભાર્યા દેવાલય કરી યજ્ઞ પ્રતિમા સ્થાપી તેનું વંદન, પ્રક્ષાલન વિ. કરી વિનંતિ કરે છે કે મહાયશવાળા હે યક્ષરાજ ! માર્ગ નગરાદિમાં તેમનું રક્ષણ કરજે. હે યક્ષ ! હંમેશા સર્વ ઠેકાણે મારા પતિનું સાંનિધ્ય કરજે. કારણ કે તમારા જેવા પ્રણામ કરનારા ઉપર વાત્સલ્ય વેલડીથી વિંટાઈ જનારા હોય છે. યક્ષ પણ તેની બહુમાન