________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૮૧ તે જયશ્રી જેમ હંસીની બન્ને પાંખ એકદમ સ્વચ્છ હોય તેમ તેના સાસરિયા પક્ષ અને પિયરપક્ષ બન્ને પવિત્ર છે. બાણની ગતિ સીધી હોય છે, તેમ તે સરલ સ્વભાવવાળી છે, સૂર્યબિમ્બ જેમ એકદમ ગોળાકાર હોય છે તેમ સુંદર આચરણવાળી, શરદકાળની રાત્રિમાં આકાશ બિલ્ડલ સ્વચ્છ હોય તેમ સ્વચ્છ નખવાળી, કાળી ગાય જેમ ઘણી દૂધાળુ હોય તેમ સુંદર પગ વાળી, શ્રેષ્ઠ સૂત્રધાર = સોમપુરા થી બનાવેલ દેવકુલિકો જેમ સુંદર-મજબૂત પાયાવાળી હોય તેમ સુંદર સુવ્યવસ્થિત જંઘાવાળી છે, પર્વત મેખલા જેમ સુંદર નિતમ્બવાળી હોય, મેખલા = (પર્વતનો ઢળાના ભાગ જેમ ઉંચો અને ઉતરતો ઢોળાવવાળો હોય તેમ) ભારે અને ઢળતા ફળો (થાપો) વાળી મોટું વન જેમ ભૂંડવાળું હોય તેમ સુંદર ઉદરવાળી, પૈડાનો ગોળાકાર મધ્યભાગ જેમ સુંદર નાભિવાળો હોય તેમ સુંદર ઘૂંટીવાળી, વર્ષાકાળની શોભા સુંદર વાદળાવાળી હોય તેમ સુંદર સ્તનવાળી, કાવડ ને સારા માણસો વહન કરે છે તેમ સુંદર ભારને વહન કરનારી, પ્રજાપાલક રાજાની સંપત્તિ જે યોગ્ય કરવાળી હોય છે તેમ સુંદર હાથવાળી, રામાયણ કથા જેમ સુગ્રીવવાળી હોય તેમ સુંદર ગળાવાળી, જાતિમંત સારિકા (એના) જેમ સુંદર વચનવાળી હોય તેમ સુંદર મુખાકૃતિવાળી, મહાધનવાળા સાધુ અને વાણિયા જેમ હીન નાસિકાવાળા (આબરુ વગરનાં) ન હોય તેમ અહીણ = બરાબરનાસિકાવાળી, શ્રાવિકા જેમ સારું શ્રવણ કરનારી હોય તેમ સુંદર શીર્ષવાળી, બાળા જેમ ઘણી મુગ્ધ હોય તેમ સુંદર શીર (માથા) વાળી,
જન્માંતરમાં ઉપાર્જિત વિષયસુખને અનુભવનારા રાજા-રાણીનો કાળ પસાર થઈ રહ્યો છે.
તેને એક સાથે પુત્ર યુગલને જન્મ આપ્યો. પૃથ્વી સાર અને કીર્તિદેવ નામ પાડ્યા. રાજા રાણી શ્રાવક શ્રાવિકા હતા. તેથી તેઓ પુત્રને જિનપ્રતિમા અને ગુરુના પગે નમાવે છે. પણ પડતા નથી. અને જબરજસ્તીથી પગે પડાવીએ તો રડવા લાગે છે. તેઓ આઠ વર્ષના થયા ત્યારે બોત્તેર કલા શીખ્યા. છતાં ધર્મમાં જરાપણ પ્રયત્ન કરતા નથી. હે વત્સ ! ત્રણે કાળ ચૈત્યવંદન કરો, સાધુઓની સેવા કરો, એમ પિતા પ્રેરણા કરવા છતાં કાંઈ પણ સ્વીકારતા નથી. એમ કરતાં યુવાન બન્યા ત્યાં પૂર્વ કમોંદયથી કીર્તિવર્મનું શરીર એકદમ કૃશ પડી ગયું. કે જે તણખલું પણ દૂર કરી ન શકે. અને મહાવેદનાથી ઘેરાયો.
વૈદ્યોના પ્રયત્ન નીષ્ફળ નિવડ્યા. મંત્ર તંત્ર પણ ઉખર ભૂમિમાં વાવેલ બીજની જેમ નકામા થયા. ત્યારે બાપે-રાજાએ કહ્યું હે વત્સ ! તારો રોગ