________________
૮૨
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ વિષમ લાગે છે. પુરુષાર્થથી સાધ્ય નથી. તેથી જિનાલયોમાં મહાપૂજા કરાવ, સાધુઓને વહોરાવ, દીન, અનાથાદિને મહાદાન આપ, સમકિતપૂર્વક અણુવ્રતોને સ્વીકાર, યથાશક્તિ તપ કર, ભાવનાઓ ભાવ ઈત્યાદિ જિનભાષિત અનુષ્ઠાન આચરવા કહ્યું, પણ તે સ્વીકારતો નથી. ત્યારે રાજા વિચારવા લાગ્યો, અહો ! ભારે કર્મનું કેવું માહાત્મ છે, કે જેથી આપત્તિ સમયે પ્રેરણાં કરવા છતા તેઓ ધર્મમાં પ્રવૃત્ત થતાં નથી.
આ અંતરામાં કલ્યાણદેવ ઉદ્યાનપાલકે જણાવ્યું કે હાથમાં રહેલ કુવલયા ફળની જેમ સંપૂર્ણ ત્રણે લોકમાં સમસ્ત પદાર્થ સમૂહનાં વિસ્તાર અને પરમાર્થને જાણનારાં, અનેક સાધુઓથી પરિવરેલા, દેવદાનવ નરવંદથી વંદિત ચરણકમળવાળા “સંયમસિંહસૂરિ' નામે કેવલિ ભગવંત આજે ઉધાનમાં પધાર્યા છે. તે સાંભળી તરતજ કદંબપુષ્પની રોમાન્નિત અંગવાળા રાજાએ સર્વસામગ્રી તૈયાર કરો એમ આદેશ કર્યો; સંપાડિઓ - દરબારીઓએ રાજાના આદેશને સંપાદિત કર્યો. તે સર્વ કર્યું. અને રાજા વંદન માટે ગયો. ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદન કરીને શુદ્ધ ભૂમિ ઉપર બેઠો.
કેવલિ ભગવંતે ધર્મરસનું પાન કરાવાનું શરું કર્યું. ધર્મ સુખરૂપી વૃક્ષનું મૂળ છે. દુઃખરૂપી પર્વતને દળવામાં ધર્મ વજસમાન છે. યથાચિંતિત અર્થ કરી આપવા ધર્મ ચિંતામણી રત્નતુલ્ય છે. ધર્મ સ્વામીઓનો પણ પરમ સ્વામી છે. બંધુઓનો પરમબંધું છે. મિત્રો નો પરમમિત્ર છે. ધર્મ યુદ્ધમાં વિજય આપનાર છે. દેવલોક ઉપર (માં) ચડવા માટે પગથિયા રૂપે છે. મોક્ષમાર્ગના વટેમાર્ગ માટે ધર્મ શ્રેષ્ઠ રથ સમાન છે. જો ભવ ભ્રમણની પરંપરાથી જન્ય દુઃખથી નિર્વેદ (ઉલૅગ) પામ્યા હો તો જિનપ્રણીત ઉદાર ધર્મનો સ્વીકાર કરો.
પછી કળાંતર જાણી રાજાએ પુત્ર સંબંધી કારણ પૂછયું. હે ભગવંત ! અનેક રીતે સમજાવા છતાં મારા પુત્રો ધર્મને કેમ નથી સ્વીકારતા ? અને કીર્તિવર્મ ને રોગ કેમ થયો ? ત્યારે કેવલિભગવંતે કહ્યું - એમાં કારણ છે પરંતુ તું કુમારોને મારી પાસે લાવ, કે જેથી બધી વાત વિસ્તાર પૂર્વક કહું.
ત્યારે બીજા દિવસે મા બાપે આગ્રહ કરી બન્ને ને ગુરુ પાસે લાવ્યા. ત્યારે ભગવાને પુનઃ ધર્મદેશના આપી આ સંસારરૂપ જંગલમાં રખડતા પ્રાણિઓને બોધિ પ્રાપ્તિ ઘણીજ દુર્લભ છે. ક્યારેક જીવ કર્મવિવર દ્વારા તેને પ્રાપ્ત કરીને પણ અજ્ઞાન મોહ થી મૂઢાત્મા વિરાધી દે છે. અને શંકાદિના કારણે દુઃખરૂપી પહાડ ને ભેદનાર એવા સમકિત ને ફરીથી પામી શકતા નથી.