________________
૧૬૨
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
કાકાચાર્ય કથાનક આ જંબુદ્દીપના ભરતક્ષેત્રમાં ધરાવાસ નામનું નગર છે. શત્રુ સમૂહની સ્ત્રીઓને વૈધવ્ય રૂપી દીક્ષા આપવામાં ગુરુ સમો વૈરિસિંહ નામે રાજા છે. તેને અંતઃપુરમાં પ્રધાન સુરસુંદરી નામે પટરાણી છે. અને કાલક નામનો સકલ કલામાં પારગામી પુત્ર છે.
એકવાર તે ઘોડા ખેલાવી પાછો ફરતો હતો ત્યારે આ આંબાના બાગમાં પાણી ભરેલાં વાદળા જેવો ગંભીર અને મધુર અવાજ સાંભળી કૌતુકથી જોવા માટે અંદર ગયો. ત્યારે ત્યાં સુસાધુ સમુદાયથી પરિવરેલાં ઘણાં લોકોને ધર્મદેશનાં આપતાં એવાં ગુણાકર આચાર્ય ભગવંતને નયણે નિરખ્યાં. વંદન કરીને બેઠો, આચાર્ય ભગવંતે પણ કુમારને ઉદ્દેશી વિશેષથી ધર્મદેશનાં શરૂ કરી. - જેમ કસોટીનાંપત્થરે સોનાને ઘસવાથી, છેદવાથી, તપાવાથી અને તાડના કરવાથી સોનાની પરીક્ષા થાય છે તેમ કૃત, શીલ, તપ, દયા આ ચાર ગુણોથી ધર્મની પરીક્ષા વિદ્વાનો કરે છે. ૨૦૬
આદિ અંત વગરનો જીવ પ્રવાહથી અનાદિ કાલથી કર્મ વડે લેપાયેલો છે; તે પાપથી દુઃખી થાય છે. અને ધર્મથી સુખી થાય છે.
સોનાની જેમ કય છેદ તાપથી શુદ્ધ થયેલો ચારિત્ર ધર્મ, કૃતધર્મ અને તપ ખરેખર ત્રણ પ્રકારનો જાગવો. તે ધર્મ પ્રાણિવધ વિ. પાપસ્થાનનો નિષેધ કરે અને ધ્યાન ધરવું, ભણવું વિ.નું વિધાન કરે આ ધર્મની કષપરીક્ષા (ચકાસણી) થઈ. જે બાહ્ય અનુષ્ઠાનથી વ્રત નિયમોનો બાધ ન થાય તેમજ જેમાં શુદ્ધિ સંભવતી હોય તે ધર્મ છેદપરીક્ષામાં પાસ થયો કહેવાય. જીવાદિપદાથોને યથાવસ્થિત ભાખનારો અને તેનો કર્મબંધાદિ થાય છે એવું જગાવી તેનાથી છુટવા માટે સાધક બનનારો ધર્મ તાપશુદ્ધ કહેવાય છે. આવા પ્રકારો વડે પવિત્ર થયેલો ધર્મ જ ધર્મપણાનું નામ પામે છે. આ પ્રકારોથી જે ધર્મ નિર્મલ થયેલો નથી. તે બેમાંથી- આલોક પરલોક કોઈ પણ દેકાણે સારો નીવડતો નથી. એવાં (અશુદ્ધ) ધર્મનું ફળ નકકી વિપરીત હોય છે. આ ધર્મ ઉત્તમપુરુષાર્થ હોવાથી આમાં જે ઠગાઈ જાય છે તે સર્વ કલ્યાણ થી દૂર-વિખૂટો રહે છે. તે તે પ્રકારથી આ ધર્મમાં જે ઠગાતો નથી તેનાં હાથમાં સર્વ કલ્યાણ સામગ્રી આવે છે. તેથી પંડિત પુરુષોએ હંમેશા સૂક્ષ્મ બુદ્ધિથી ધર્મની પરીક્ષા કરવી જોઈએ.