SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આર્ય મહાગિરિની થા શ્રી સ્થૂલભદ્ર સ્વામીને મહાયશવાળા દશપૂર્વધર ગુણસમૂહવાળા યુગપ્રધાન બે શિષ્ય થયાં. તેમાં પહેલાં સમ્યકત્વજ્ઞાન અને ચારિત્રની શુદ્ધિવાળા આર્યમહાગિરિ સૂરિ અને બીજા તેને તુલ્યગુણવાળા તેમની સેવા કરનાર (તેમને અનુસરનાર) આર્યસુહસ્તિસૂરિ છે. આર્યમહાગિરિએ એકવાર જિનકલ્પ વિચ્છેદ થયા છતાં ગચ્છ પ્રતિબદ્ધ આર્યસુહસ્તિસૂરિને ગચ્છ સોંપીને નિકલ્પની તુલના કરવાનો પ્રારંભ કર્યો. એક વખત વિચરતા આર્યસુહસ્તીસૂરિ પાટલીપુત્રમાં ગયા અને શ્રેષ્ઠ ઉઘાનમાં રહ્યાં. વસુભૂતિ વિ. શેઠિયાઓ વંદન કરવા આવ્યા. નગરજનો વંદન કરી શુદ્ધભૂમિ ઉપર બેઠા. તે પર્ષદામાં સકલ દુ:ખ હરનારી સંવેગરંગના સંસર્ગને ઉત્પન્ન કરનારી સદ્ધર્મ દેશના સૂરિએ પ્રારંભ કરી. ઓ ભવ્યજીવો ! અતિ દુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી શ્રીસર્વજ્ઞ પ્રણીત ધર્મમાં સદા આદર કરવો. ૧૮ દોષોથી રહિત એવાં જિનને દેવતા તરીકે સ્વીકારો અને શ્રેષ્ઠ સાધુઓને ગુરુ તરીકે સ્વીકારો, તેમજ જીવાદિ પદાર્થની શ્રદ્ધા કરો, મોહજાલ તોડી નાંખો, રાગદ્વેષરૂપી શત્રુઓનો નાશ કરો, કષાયો છોડી દો, દુર્રાન્ત ઈન્દ્રિય ઘોડાઓનું દમન કરો. સર્વ મોટા દુ:ખની પરંપરાનું સ્થાન એવો ઘરવાસ છોડી રાત્રિભોજનથી રહિત, પાંચ મહાવ્રતથી યુક્ત ત્રણ ગુપ્તિથી સુગુપ્ત, પાંચ સમિતિથી સંવૃત, ક્ષાન્તિ વિ. દશ પ્રકારના ઉદાર સંયમધર્મને સ્વીકારો. જો આ સંયમધર્મ આદરવા શક્તિમાન ન હો તો ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતથી યુક્ત પાંચ અણુવ્રતવાળા ગૃહસ્થધર્મનું પાલન કરો. ઋદ્ધિઓ યૌવન અને જીવનને ક્ષણ ભંગુર જાણી સંસારને છોડી શોભનસારવાળા સિદ્ધનગરમાં જાઓ. આ સાંભળી આખી સભા ઘણી સંવેગ પામી. ત્યારપછી આચાર્ય ભગવંત આર્યસુહસ્તિસૂરિના ચરણ કમળમાં પ્રણામ કરી વસુભૂતિ બોલ્યો. હે ભગવન્ ! જે આપે કહ્યું તેમાં કોઈ સંદેહ નથી પણ યતિધર્મને પાલન કરવા હુઁ સમર્થ નથી. તેથી મહેરબાની કરી મને ગૃહસ્થધર્મ આપો. ભલે, તો એ પ્રમાણે કરો એમ ગુરુએ કહ્યું ત્યારે વસુભૂતિ ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરી ઘેર ગયો અને તે ધર્મ સ્વજનો આગળ કહ્યો પણ કોઈએ ન સ્વીકાર્યો. ત્યારે પાછો ગુરુ પાસે જઈ હાથ જોડી કહ્યું કે ‘“મેં સ્વજનોને આ જિનધર્મ કહ્યો પણ મારા વચનથી તેમને પરિણમ્યો નહિ.’” તેથી આપ ત્યાં પધારીને સ્વદેશના રૂપયાનપાત્ર વડે સમુદ્રમાં ડુબતા તેઓનો ઉદ્ધાર કરો.
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy