________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૩
એટલે તીર્થની યાત્રા કરવી ત્યાંની સારસંભાળ રાખવી. તેનાંથી સમકિત નિર્મળ બને છે. કહ્યું છે કે...
મહાનુભાવ ! તીર્થંકરના જન્મ, જ્ઞાન, દીક્ષા અને નિર્વાણ જ્યાં થયાં હોય ત્યાં જનારનું સમકિત દર્શન શુદ્ધ બને છે. તથા ભાવનાને આશ્રયી આચારંગ નિર્યુક્તિ (૩૩૪, ૩૩૫ ગાથામાં) માં પણ કહ્યું છે કે...
આ બે ગાથાની વ્યાખ્યા ત્યાજ કહેલી છે તેજ અહિં લખે છે... તીર્થંકરની જન્મભૂમિઓમાં તથા નિષ્ક્રમણ, ચ્યવન, જ્ઞાનોત્ત્પત્તિની ભૂમિઓમાં તથા નિર્વાણ ભૂમિઓમાં તથા દેવલોકનાં ભવનોમાં મેરુપર્વતોમાં નંદીશ્વર વિ. દ્વીપોમાં પાતાળભુવાનોમાં જે શાશ્વતા ચૈત્યો છે. તેઓને હું વંદન કરું છું.
એ પ્રમાણે અષ્ટાપદમાં તથા ગિરનાર તીર્થ ઉપર ગજાગ્રપદ - દશાર્ણફૂટ ઉપર રહેલ તેમજ તક્ષશીલામાં રહેલ ધર્મચક્રમાં તથા અહિચ્છત્રામાં પાર્શ્વનાથ પ્રભુની ઘરણેન્દ્રે મહિમા કરેલ તે સ્થાન તેમાં અને વજ્રસ્વામીએ જ્યાં પાદપોપગમન અનશન કર્યુ તે રથાવર્ત પર્વતમાં અને જ્યાં શ્રી વર્ધમાન સ્વામીનું શરણ લઈ ચમરેન્દ્ર ઉર્ધ્વ દેવલોકે ગયો તે; આ સર્વ સ્થાનોમાં યથાસંભવ યાત્રા વંદન પૂજન ઉત્કીર્તન આદરવિ. ક્રિયા કરતાં દર્શનશુદ્ધિ થાય છે.
ભાવતીર્થ તો જ્ઞાનાદિગુણ યુક્ત સાધુઓ છે. તેઓની સેવા પણ સમકિતને ઉજ્વલ કરે છે. કારણ તેમની પાસે રહેતાં ધર્મોપદેશનું શ્રવણ વિ. પ્રાપ્ત થાય જેથી શંકા, કુશંકા નિવારણ થતાં સમકિત દ્રઢ બને છે.
કહ્યું છે કે...
જ્ઞાનાદિ ગુણસંપન્ન સાધુઓને જે નિત્ય સેવે છે. તેને સમ્યકત્વ ભૂષણ વિ. ગુણો પ્રાપ્ત થાય છે.
તથા ‘આચાર નિર્યુક્તિ’ ૩૩૩ ગાથામાં પણ કહ્યું છે કે... આ ગાથાની પણ વ્યાખ્યા ટીકાકારના અક્ષર વડે કરુ છું...તીર્થંકર પ્રવચન= દ્વાદશાંગીગણિપિટક પ્રાવચનિક= યુગપ્રધાન આચાર્ય વિ. તથા કેવલી મનઃપર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ૧૪ પૂર્વ ઘર, તથા આૌર્ષધિ આદિ લબ્ધિવાળા વગેરેની સામે જવું. તેઓને નમન કરવું અને તેઓનું દર્શન, ઉત્કીર્તન (ગુણો ગાવવા) કરવું અને બરાસ, કેશર ઈત્યાદિરૂપ ગન્ધાદિ વડે પૂજવું. સ્તોત્રો વડે સ્તુતિ કરવી. તે પણ સમ્યભાવનાના હેતુઓ છે.
દ્રવ્યતીર્થ નિષેવમાં (આદરભાવ વિશે) ‘આર્યમહાગિરીજી' નું ઉદાહરણ
કહે છે.