________________
૨૫
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
ત્યારે સુહસ્તીસૂરિ તેનાં ઘેર આવી દેશના આપી અણુવ્રત આપે છે. તેટલામાં જિનકલ્પના વિધાનથી વિચરતા આર્યમહાગિરિ ત્યાં આવ્યા. અને તેઓને દેખી સહસા આચાર્ય સુહસ્તિસૂરિ ઉભા થયા. તે દેખી શેઠે પૂછયું શું તમારે પણ અન્ય ગુરુ છે. સૂરિ બોલ્યા, હૉ અમારા ગુરુ છે. જે દુષ્કર કિયામાં રક્ત બની અતિ દુષ્કર તપનું આચરણ કરે છે. શરીર ઉપર ઉપેક્ષાવાળા શ્મશાન વિગેરેમાં પ્રતિમા ધ્યાને ઉભા રહે છે. ઘણાં પ્રકારનાં ઉપસર્ગો સહન કરે છે.
બાવીસ પરિષહોને જિતે છે. દશપૂર્વમહામૃતરૂપ સમુદ્રને પાર પામેલાં છે. દૂર રહેલા કાગડા વિ. પણ જે ભક્તપાનને લેવા ન ઈચ્છે એવા ઉજ્જિત ધર્મવાળા ભપાનને બુદ્ધિમાન ને ધીર આ મહાત્મા ગ્રહણ કરે છે.
એ પ્રમાણે તેમનાં ગુણ સમૂહનું વર્ણન કરી અણુવ્રતો આપી સૂરિ ગયા. અને શેઠ પોતાના કુટુંબીજનોને કહેવા લાગ્યા કે જ્યારે આ ભગવાન ભિક્ષા માટે પધારે ત્યારે ભક્તાદિ છોડી દેવા (એટલે કે તમે એક બીજાને એવી રીતે ભોજન આપજો કે તમને ગમતું જ ન હોય એટલે તમે ના ના કરો છતાં કોઈક તમારાં પાત્રમાં ભક્તાદિ નાંખી દે તો તમે બીજાની થાળીમાં નાંખી દેજો આવી રીતે છોડાતી ભિક્ષાને) જો કદાચિત્ તે મહાત્મા વહોરશે તો મહાપુણ્ય થશે. તેથી બીજા દિવસે તે અપૂર્વ ભોજન દેખી ભગવાન્ આર્યમહાગિરિ પણ ઉપયોગથી અશુદ્ધ પાણી પાછા ફર્યા. આવશ્યક ક્રિયાના અંતે
જ્યારે આર્યસૂહસ્તિસૂરિ ગુરુને વાંદે છે ત્યારે આર્યમહાગિરિ ગુરુએ કહ્યું છે આર્ય ! આજે તે મારા આહાર પાણીમાં અનેષણા કરી, કેવી રીતે ? ગુરુએ કહ્યું ! કાલે અભ્યત્થાન કર્યું જેથી; આ જાણીને પરમ વિનયથી ખમાવે છે.
પછી ત્યાંથી નીકળી આર્યમહાગિરિ ઉજૈની નગરીમાં ગયા. ત્યાં જીવંતસ્વામીની પ્રતિમાને ભક્તિથી નમીને ગજગ્રપદના નમન માટે એલકાક્ષ નગરમાં ગયા. તે એકાક્ષ નગરની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે જણાવે છે...
એલકાતા કથા | દશાર્ણપુર નગર છે. તેમાં ગુણસમૃદ્ધિવાળી ધનસાર્થવાહની પુત્રી રૂપાળી ધનશ્રી નામે શ્રાવિકા છે. જે ઉત્તમ સમકિત અને આણુવ્રત તેમજ શિક્ષાવ્રતને ધારણ કરનારી હતી. પણ દૈવયોગે મિશ્રાદ્રષ્ટિનાં ઘેર પરણાવી. તેણી હંમેશા સંધ્યાકાળે ચૈત્યવંદન કરી દરરોજ પચ્ચકખાણ ગ્રહણ કરે છે.