________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૯૯
પગમાં પડી. હે સ્વામી ! આપે મહાકૃપા કરી ! ત્યારપછી જાતેજ મૂળદેવનું અંગમર્દન કર્યુ. મોટી વિભૂતિથી બન્ને જણાએ સ્નાન કર્યુ. દેવદૃષ્ય (રેશ્મી) વસ્ત્રો ધારણ કર્યા. થોડુ થોડુ જમ્યા અને અપૂર્વ નાટક ગાંધર્વ વિ. દેવદત્તાને શિખવાડ્યુ. ત્યારે ફરી દેવદત્તા બોલી હે મહાભાગ ! તમને છોડી બીજા પુરુષમાં મારું મન લાગતું નથી. તેથી આ સત્ય છે.
આંખો દ્વારા કોને નથી દેખાતું ? કોની સાથે વાર્તાલાપ નથી થતો. પણ રહસ્યભૂમિમાં આનંદ અંકુરો ઉગાડે તે મનુષ્યો વિરલા જ હોય. તેથી મારા આગ્રહથી તમારે અહીં રોજ આવવાનુ. મૂળદેવે કહ્યું હે ગુણાનુરાગી! વિદેશી નિર્ધન શિરોમણી એવાં અમારા ઉપર રાગ કરવો શોભતો નથી. અને સ્નેહ સ્થિર રહેતો નથી. પ્રાયઃ કરીને સર્વને પણ કાર્યની અપેક્ષાએ જ સ્નેહ હોય છે. કહ્યું છે કે
ફળ નાશ પામી જતાં વૃક્ષને પંખીઓ છોડી દે છે. સુકા તળાવને સારસો કરમાયેલા પુષ્પને ભમરાઓ, દાઝેલા વનભાગને મૃગલાઓ છોડી દે છે. નિર્ધન પુરુષને વેશ્યા, ભ્રષ્ટ રાજાને સેવકો ત્યજી દે છે. સર્વજન કાર્યવશથી એક બીજા પ્રત્યે પ્રેમભાવ દર્શાવે છે. કોણ કોનું છે ? કોણ કોને પ્યારો છે ? દેવદત્તાએ મૂળદેવને કહ્યું સત્પુરૂષો માટે સ્વદેશ કે પરદેશ કારણ નથી કહ્યુ છે
આ દેશ આપણો અને તે પરાયો એવુ તો કાપુરુષને લાગે. હે પ્રિય! જ્યાં વાણિજ્યની સિદ્ધિ થાય જ્યાં ધનવાન લોકોનો વાસ હોય ત્યાં ન્યાયથી અર્થોપાર્જન કરો ॥૨૮॥ ગુણીજન જ્યાં પણ હોય ત્યાં મસ્તક વડે વહન થાય છે અર્થાત્ પૂજાય છે. સમુદ્રથી છૂટો પડેલો ચન્દ્ર શંકરના મસ્તકે નિવાસ કરાવાય છે ।।૨૮૬ સુવચનનું મૂલ્ય હજાર છે. સ્નેહપૂર્ણ દૃષ્ટિનું મૂલ્ય લાખ છે. પરન્તુ સજ્જન મનુષ્યના સદ્ભાવનું મૂલ્ય કરોડથી પણ ચઢી જાય છે ॥૨૮૭।। તેથી સર્વપ્રકારે મારી પ્રાર્થના સ્વીકારો, તેને હાં પાડી તેમનો અત્યંત સ્નેહ સંબંધ થયો. વિશિષ્ટ વિનોદ કરતા રહે છે. ત્યારે નૃત્ય (નાટક) નો સમય થતાં દેવદત્તાને બોલાવવા સારુ રાજપ્રતિહાર આવ્યો. ગુપ્તવેશધારી મૂળદેવ સાથે રાજસભામાં ગઈ. નાચવાનું શરુ કર્યુ. અને મૂળદેવ ઢોલક વગાડવા લાગ્યો. સામંતો સાથે રાજા અને પાટલિપુત્ર નગરનાં રાજાએ મોકલેલો રાજદરબારી વિમલસિંહ પણ ખુશ થઈ ગયો. ખુશ થયેલાં રાજાએ તેને વરદાન આપ્યું. અને થાપણ કર્યુ. ફરીથી તેણીએ મૂળદેવ સાથે મનોહર ગીત ગાયું. તેને અનુસારે બીજીવાર નૃત્ય કરાયું. દ્રુપદી છંદવિશેષમાં રચાયેલા કાવ્યાંશ (વાળું ગીત અને તેને અનુસાર નૃત્ય કરવામાં આવ્યું)