________________
૧૯૪
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
વિચાર ચાલુ કર્યો ત્યારે વામન રૂપ દેખી મૂળદેવનો વિશ્વભૂતિ તિરસ્કાર કરવા લાગ્યો. મૂળદેવે વિચાર્યું આ તો પંડિતાઈનો ગર્વ રાખે છે. તેથી આને શિક્ષા કર્યું.
ત્યારે ફરી પૂછ્યું “ફલાણા ફલાણાનો અવિરોધ કેવી રીતે ઘટે ?’” તેણે જેમ તેમ કાંઈક જવાબ આપી દીધો, ત્યારે મૂળદેવે કહ્યું આવા જ્ઞાનનું તું અભિમાન કરે છે ? ત્યારે પેલો વિશ્વભૂતિ ચૂપ થઈ ગયો.
દેવદત્તાએ મૂળદેવને કહ્યું કે મહાભાગ્યશાળી ! તારા વડે સુંદર કહેવાયું પરંતુ આ આ પ્રમાણે જ છે. પણ આનો બીજો કોઈ પરિહારનો ઉપાય જ નથી. મૂળદેવે કહ્યું પરિહાર કોણ કરેજ છે ? આવો પ્રશ્ન હોય તો ફલાણું આ પ્રમાણે અને ફલાણું આ પ્રમાણે હોય છે. બસ બીજી વાતજ ક્યાં છે. તેથી ખુશ થયેલી દેવદત્તા આ પ્રમાણે વિચારવા લાગી. શું આ પ્રચ્છન્ન રૂપમાં ભરત તો નથી આવ્યો ને ? તેથી મારા મનોરથો આના વિષે અવશ્ય પૂરા થશે. અન્ય પણ સંદિગ્ધ સ્થાનો પૂછ્યા. તે સર્વ સંશયો દૂર કર્યા. લજ્જા પામેલો વિશ્વભૂતિ મારે નાટકનો સમય થઈ ગયો છે એમ કહી તે ઉઠી ગયો.
દેવદત્તાએ દાસીને કહ્યું હલા ! અંગમર્દકને બોલાવ જેથી અમે બંને સ્નાન કરીએ. મૂળદેવે કહ્યું જો આજ્ઞા આપો તો હું જ તમારા અંગનું મર્દન કરી આપું. શું તમે આ પણ જાણો છો ? જાણતો નથી પણ તેનાં જાણકાર માણસો પાસે હૈં રહેલો છું. ત્યારે શતપાક, સહસ્રપાક વિ. તેલો આણ્યા. તેને મર્દન કરવાનું શરું કર્યુ. અપૂર્વ હાથ ફેરવવાની કલાથી દેવદત્તાનું મન જીતી લીધું. તેણીએ વિચાર્યુ અહો ! કેવું જોરદાર એનું વિજ્ઞાન છે. અરે કેવો હાથનો સ્પર્શ છે ? તેથી આ કોઈક ગુપ્તવેશે સિદ્ધપુરુષ હોવો જોઈએ. કેમકે આવા વામનરૂપવાળાને આવી સુંદર કલા ન હોય. તેથી આનું સ્વરૂપ ખુલ્લુ કરાવુ તે માટે તે તેના પગમાં પડી અને કહ્યું હે મહાનુભાવ ! અસમાન ગુણોથી તમે ઉત્તમપુરૂષ જણાઓ છો. અને તમે વાત્સલ્ય અને દાક્ષિણ્યવાળા છો. તેથી તમારા આત્મસ્વરૂપને દેખાડો ? મારું હૃદય તમારા દર્શન માટે ઘણું ઉત્કંઠિત બન્યું છે. વારંવાર આગ્રહ કરવાથી સ્મિત રેળાવી વેશપરિવર્તન કરનારી ગુટિકા કાઢી મૂળદેવ મૂળરૂપે પ્રગટ થયો. જે સૂર્ય જેવા તેજવાળો, કામદેવની જેમ સ્ત્રીજનોનાં મનને હરવાવાળો, ચંદ્રની જેમ માણસોના મનને આનંદ આપનાર, બુદ્ધની જેમ શાસ્ત્રોક્ત અંગવાળો, અનુપમ રૂપ લાવણ્ય અને યૌવનવાળો છે. તેને જોઈ હર્ષાવેશે તેની રોમરાજી ખીલી ઉઠી. અને તેનાં