________________
૧૯૭)
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ એથી મને ત્યાં જવાની ઈચ્છા નથી. તે (દાસી) પણ અનેક પ્રકારનાં વચનની ચતુરાઈથી ચિત્તને આકર્ષી આગ્રહથી હાથ ઝાળીને ઘેર લઈ ગઈ.
રસ્તામાં જતા કલા કૌશલ્ય અને (કિયા) વિદ્યા પ્રયોગથી ઝાટકો મારીને કુબડી દાસીને સીધી કરી દીધી. તેથી તે વિસ્મયમાં પડી તેની જોડે તે મૂળદેવ વેશ્યા ભુવનમાં પ્રવેશ્યો. વામન રૂપવાળો છતાં અભુત લાવાગ્યવાળો તેને દેખી દેવદત્તા વિસ્મય પામી અને આસન અપાવ્યું. તે બેઠો અને તંબોલ આપ્યું માધવીએ પોતાનું રૂપ દેખાડી રસ્તાની વાત કહી; તેથી દેવદત્તા ઘણી વિસ્મય પામી તેની જોડે વાતની શરૂઆત કરી. મૂળદેવે મધુર વિદગ્ધ ઉક્તિઓથી તેણીનું હૃદય આકર્ષી લીધું.
કહ્યું છે કે- નમવામાં કુશલ, મશ્કરી કરવામાં હોંશીયાર, મીઠી સુંદરવાણીની દુષ્ટ આદતવાળો/લીલાવાળો એવો હોંશીયાર પુરુષોનો આલાપ પણ કામણ છે એથી બીજાને વશ કરવા જડીબુટ્ટી વિ. મૂળીયાની તેમને જરૂર નથી.
એ અરસામાં ત્યાં એક વીણા વાદક આવ્યો. તેણે વીણા વગાડી ખુશ થઈ દેવદત્તાએ કહ્યું કે હે વીણાવાદક ! સરસ સરસ તારી કલા સુંદર છે. ત્યારે મૂળદેવ બોલ્યો વાહ! ઉજૈનીના માણસો બહુ હોંશીયાર છે કે જેઓને સારા નરસાના ભેદની ખબર પડે છે દેવદત્તાએ કહ્યું એમાં શું ખામી છે? તેણે કહ્યું વાંસ જ અશુદ્ધ છે અને તંત્રી ગર્ભવાળી છે. અને તેણે કહ્યું કેવી રીતે જાણ્યું તેણે કહ્યું હું જાણું છું તેણે વીણા આપી. તંબુરા લઈ વાંસ માંથી પત્થર અને તારમાંથી વાળ કાઢ્યો. અને બરાબર કરી જાતે વગાડવાનું શરૂ કર્યું. પરિવાર સાથે દેવદત્તાનું મન પરાધીન/વશ કરી દીધું. હંમેશ માટે રમત સ્વભાવવાળી, બાજુમાં રહેનારી, લટકતા કાનવાળી, હાથિણીપણ ધૂણવા લાગી, ઘણીજ આશ્ચર્ય પામેલી દેવદત્તા કહેવા લાગી. આ તો ગમશી બ્રહ્મા જ લાગે છે. તેના પગમાં પડી વિનવવા લાગી હે સ્વામી ! હું તમારી પાસે વિણા કલા શીખીશ. મૂળદેવે કહ્યું મને બરાબર આ કલા આવડતી નથી. આનો પાર પામેલા પુરુષો અને બરાબર જાણે છે, દેવદત્તાએ કહ્યું તે કોણ છે ? તમે તેમણે ક્યાં દીઠા ? મૂળદેવે કહ્યું પાટલીપુત્રમાં વિકમસેન નામે કલાચાર્ય છે. તેમનાં પડખા સેવનાર હું મૂળદેવ છું.
એ અરસામાં વિશ્વભૂતિ નામે નાટ્યાચાર્ય આવ્યો. દેવદત્તાએ કહ્યું આખુ ભરત નાટક આને મોઢે છે. આ મોટો સૂત્રધાર છે. મૂળદેવે કહ્યું વાત સાચી છે. આની આકૃતિજ વિજ્ઞાનના અતિશયોને કહી બતાવે છે. ભરત નાટક સંબંધી