________________
૧૯૬
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આશાપૂરવામાં કલ્પવૃક્ષ સમાન એવો જિતશત્રુ નામે રાજા છે. તે નગરીમાં રાજકુમાર મૂળદેવ ગુટિકા પ્રયોગથી વામનરૂપ કરી વિચિત્ર કથાથી; ગાંધર્વકલાથી અને વિવિધ પ્રયોગથી નગરજનોને વિસ્મય પમાડે છે અને તેથી તે ચારે બાજુ પ્રખ્યાત થઈ ગયો.
આ બાજુ તે નગરમાં રૂપ લાવણ્ય અને વિજ્ઞાનના ગર્વવાળી દેવદત્તા નામે પ્રધાન વેશ્યા છે. ચોસઠ કલામાં કુશલ, ચોસઠ વિલાસીનીના ગુણવાળી, બત્રીસ પ્રકારના પુરુષના ઉપચારમાં અત્યંતકુશલ, ઓગણત્રીસ અતિશયમાં રમનારી, શ્રેષ્ઠ ચતુરાઈથી યુક્ત, એકવીસ રતિ ગુણધારી, અઢાર દેશની ભાષા જાણનારી, એ પ્રમાણે સર્વશાસ્ત્રમાં સારી તૈયાર થયેલી વેશ્યા એવી હોંશીયાર છે કે તેણીને સામાન્ય પુરુષતો ખુશ ન કરી શકે. તેથી કૌતુકથી મૂળદેવે દેવદત્તાને ક્ષોભ પમાડવા સારુ પરોઢીએ નજીકમાં રહેલાએ મધુર ઘણાં ભંગવાળું ફરતા ફરતા કઠે (ક્યારેક સ્ત્રીના અવાજે, ક્યારેક પુરુષના અવાજે, શ્રેષ્ઠ ગાયકના કંઠની તુલના કરતો) અસમાન વર્ણના સંવેધથી મનોહર ગાંધર્વ ગીત વારંવાર ગાવાનું શરૂ કર્યું. તે સાંભળી દેવદત્તાએ વિચાર્યું અહો ! આ તો કેવો અપૂર્વ અવાજ છે. તેથી આ કોઈ દેવ હોવો જોઈએ. આ મનુષ્ય ન હોઈ શકે દાસીઓ પાસે તપાસ કરાવી તપાસ કરી દાસીએ કહ્યું છે સ્વામિની! આ તો વસંતઋતુના ઉત્સવનું અનુસરણકરનાર, સર્વ વિજ્ઞાનનો ભંડાર નગરજનોના મનને હરનાર કોઈ બહારથી આવેલો ગાવાના બહાને માણસોને વશ કરે છે.
ત્યારે દેવદત્તાએ માધવી નામની કુબડીદાસીને મોકલી અને તેણીએ જઈને વિનય પૂર્વક કહ્યું કે હે મહાસત્વશાળી ! અમારી શેઠાણી દેવદત્તા વિનવે છે કે આપ મહેરબાની કરી અમારા ઘેર પધારો. તેણે પણ વિદગ્ધતાથી) હોંશીયારીથી કહ્યું કે મારે વેશ્યાસંગની જરૂર નથી, તેમજ વિશિષ્ટ પુરુષો માટે વેશ્યાસંગનો નિષેધ કરાયેલો છે. કહ્યું છે કે -
વિચિત્ર જાર પુરુષોના ઓષ્ટ ના અગ્રભાગથી ખરડાયેલી, માંસ મદિરામાં રત, સાવ હલકી, વચનમાં કોમલ અને મનમાં દુષ્ટ ભાવવાળી એવી વેશ્યાને વિશિષ્ટ પુરુષ સેવતા નથી.
અગ્નિ શિખાની જેમ તાપ ઉપજાવનારી મદિરાની જેમ ચિત્તને મોહ પમાડનારી છુરીની જેમ દેહને કાપનારી ગણિકા અન્યને સંકેત આપે છે. બીજાને જુએ છે તેના ઘરમાં બીજો હોય ચિત્તમાં બીજો અને પાસે બીજો કોઈ માણસ બેઠો હોય છે. સ્વાર્થ પૂરો થાય ત્યાં સુધી મીઠા કર્મો કરે છે. સાર નીકળી ગયા પછી નિર્લક્ષ (દુષ્ટ માણસ)બળતાને છોડી દે છે. તેમ તગેડી મુકે છે.