________________
૧૯૫
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પ્રાપ્તિ થઈ. દ્રોણ નામનો નોકર સંગમક (શાલિભદ્રનોજીવ) કુતપુર્ણય ઈત્યાદિ દાખલાઓ છે. ભાવાર્થ કથાઓથી જાણવો. ત્યાં પહેલાં મૂળદેવની વાર્તા કહે છે.
"મૂળદેવ કથાન” પાટલિપુત્ર નામે નગર છે. જાણે કે જે મનહરતાનો સંકેત સૂચવે છે. લક્ષ્મીનું જાણે કુલઘર છે. સર્વકુશલ આચાર (રિવાજ) નું મંદિર વિવિધ વિલાસનું રહેઠાણ સજ્જન પુરુષો રૂપી સોનાની ખાણ, ધર્મનું ઘર,સઘળી વિઘાની ઉત્પાદ ભૂમિ છે.
ત્યાં સર્વકલામાં કુશલ, વિજ્ઞાન, રૂપ લાવણ્ય,વર્ણ અને યૌવનવાળો, દક્ષ, વિનીત સરલ ત્યાગી કૃતજ્ઞ ગુણાનુરાગી પંડિત વિદગ્ધ, પ્રિયવાદી શોભાવાળો સૌભાગ્યવાળો, દીનજનો ઉપર વાત્સલ્યવાળો, જુગારનો વ્યસની, ચોરીમાં આસક્ત, મહાધૂર્ત, સાહસિક. મૂળદેવ નામે ચતુર રાજકુમાર છે.
કહ્યું છે. મનોહર કલાઓથી સુંદર સોળે કલાએ ખીલેલા ચંદ્રસમો મૂળદેવ ત્યાં વસે છે. જે વિદ્વાનોની વચ્ચે મહાવિદ્વાન, ધર્માઓને વિશે ધર્મમાં રત રહેનાર, રૂપવાનો મધ્યે કામદેવ, શ્રમણો મળે શ્રમણ, માયાવીયો મળે માયાવી, ચોરોની વચ્ચે મહાચોર, જુગારીઓ મધ્યે મોટો જુગારી, સરલસ્વભાવી માણસો પાસે સાવ સરલ, દીનકુપણ ઉપર કૃપાવાળો, ધુતારાઓની વચ્ચે મોટો ધુતારો, સાહસિકો મધ્યે મહાસાહસિક, જેમ દ્રવ્યોના આધારે દર્પણના રૂપ બદલાય છે; એ પ્રમાણે જેવાની જોડે મળે તેવો મૂળદેવ બની જાય છે.
અનેક કુતુહલોથી લોકને આશ્ચર્યમાં નાંખતો જુગારમાં મસ્ત બનીને મરજી મુજબ ત્યાં હરે ફરે છે. જુગારનો વ્યસની હોવાથી બાપે નગરથી કાઢી મૂક્યો.
તેથી તે શ્રેષ્ઠ ઉજૈની નગરીમાં ગયો.
જે નગરીમાં કલંક માત્ર ચંદ્રમાં છે. ચંચલતા માત્ર રતિના ઝઘડામાં છે. કરનું ગ્રહણ વિવાહમાં જ છે એટલે ત્યાં કોઈ જાતનું પ્રજા ઉપર (ટેકસ) કરવેરો નથી. માણસ માત્ર સ્વપ્નમાં જ ઠગાય છે. વિભમ્ર માત્ર કામી સ્ત્રીઓમાં જ છે. વિગ્રહ નિપાત અને ઉપસર્ગનું દર્શન માત્ર શબ્દ શાસ્ત્રોમાં જ થાય છે.
જેમાં પોતાના બાહુબલથી સર્વ અભિમાની શત્રુ રાજાઓને જેણે દબાવી દીધા છે. અને જેનો દશે દિશામાં પ્રકાશ ફેલાયેલો છે. તેમજ અર્થજનોની