________________
૧૫૨
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ | એક ચક્રથી ગાડું ન ચાલે. જ્યારે તું વિનંતિ કરવામાં વ્યાકલ (વ્યસ્ત) હતો ત્યારે અમારામાંથી એક જણાએ પૈડું ચોરી ગાડું તેજ રીતે નિયંત્રિત કરી દીધું. પણ અમારો આ ગ્રામધર્મ છે કે એક માણસે સારું કે નરસું કર્યું હોય તેમાં સર્વને હાં ભરવાની. તેથી જો તું આવા ગ્રામધર્મ દ્વારા સપરિવાર શાંતિથી જીવન ચલાવી શકે એમ હોય તો અહિં આવજે, અન્યથા નહિ. ત્યારે તેણે હર્ષપૂર્વક તેમની વાત સ્વીકારી. તો બોલ તારી અમે શું મદદ કરીએ. મારે કાંઈ ખોટ નથી. પણ મારું એક પૈડું આપો જેથી જઈને આવું, તેઓએ પૈડું આપ્યું. તે પોતાનાં ઘેર ગયો. પુત્ર, સ્ત્રી સાથે એક મત કરી કુટુંબ કબીલા સાથે ત્યાં આવીને રહ્યો.
આવો લૌકિક ધર્મ છે. કારણ કે (એમાં સદ્ અસદ્ નો વિવેક નથી પણ ગ્રામવાસીઓ માટે સુખદાયી હોવાથી લોક અપેક્ષાએ ધર્મ કહેવાય. અને ધન્યપૂર ગામનો રિવાજ અધર્મ કહેવાય.)
શ્રુતચારિત્રરૂપ લોકોત્તર ધર્મ સાધુને સર્વથી શ્રાવક ને દેશથી છે. હિંસા વિ. દેશથી કે સર્વથી અધર્મરૂપે છે.
સ્વસ્ત્રી જ ભોગ્ય છે. અને બહન વિ. અભોગ્ય છે. આ લૌકિક બાબત થઈ.
અને લોકોત્તરમાં આર્યક્ષેત્ર વિહાર કરવા યોગ્ય છે. અને અનાર્ય દેશ અયોગ્ય છે. - શ્રાવકોને સ્વસ્ત્રી ગમ્ય છે. પરસ્ત્રી અગમ્ય છે. - લૌકિક કરવા યોગ્ય કાર્ય નીતિપૂર્વક વ્યાપાર કરવો તે; - લોકોત્તર કાર્ય-સાધુઓને સદ્ધનુષ્ઠાન, અકાર્ય સામાચારીનો ભંગાદિ; - શ્રાવકોને કાર્ય જિનપૂજા વિ. અકાર્ય લોક વિરુદ્ધ આચરણ વિ. - લૌકિક પીવા યોગ્ય - દુધ દ્રાક્ષારસ વિ. - લૌકિક અપીવા યોગ્ય - લોહિ વિ. - લોકોત્તર પીવા યોગ્ય • અચિત્ત દોષ રહિત રાબ વિ. • લોકોત્તર પીવા અયોગ્ય - સચિત્ત પાણી વિ. • તેમાં શ્રાવકનો પેય - પાણી વિ., અપેય - દારુ વિ. • લૌકિક ભોજ્ય - ભાત વિ. , અભોજ્ય - ગાયનું માંસ વિ. - લોકોત્તર ભોજ્ય - દોષ વિનાનો આહાર, અભોજ્ય - દોષયુક્ત આહારવિ.