________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૫૧
“નામદત્ત કૌટુમ્બિક કથાનક'
આ ભરતક્ષેત્રનાં લાટ દેશમાં ધન્યપૂરક નામે નગર છે. ત્યાંના કુટુંબનાં સ્વામી સમુદાયધર્મપૂર્વક ચાલતાં નથી. તેમાં એક નાગદત્ત નામે પરિવારનો સ્વામી છે. તેણે બધાને સમજાવ્યું કે છૂટા છૂટા થઈને રહેવું સારું નહિં.
નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે... ભેગાં મળીને રહેવું પુરુષોને કલયાણકારી છે. (જેમ ડાંગરના છોડ ભેગા કરી પુનઃ રોપવામાં ન આવે તો પાકતા નથી.) વિશેષ કરીને જ્ઞાતિજનો સાથે હળીમળીને રહેવાથી વિશેષ કલ્યાણ થાય છે. તુષનો સાથ છોડવાથી ચોખા ફરી ઉગતાં નથી. છુટાછવાયા રહેનારનું રાજદરબારમાં પણ કાંઈ કાજ સરતુ નથી. કુંઢ = આળસુઓ વડે તેઓનું ભક્ષણ (નાશ) કરાય છે. તેથી તમે ખોટી પક્કડ ના રાખો. પગ તેઓએ તેની વાત ન માની. આ ગામનો પરસ્પર સંપ નથી એવું જાણી રાજાના આળસુ પુરુષો (ભાટ નાં પુત્રો) ઉપદ્રવ કરવાં લાગ્યા. તેવી પરિસ્થિતિ જોઈને નાગદત્ત નિરુપદ્રવ ઠેકાણું શોધવા ગાડામાં બેસી રંધેજય નામના ગામમાં ગયો. ત્યાં પહોંચ્યો ત્યારે જાણે કોઈક કારણસર ઉકરડા ઉપર રહેલાં ચોરામાં આગામ ભેગું થયેલું જોયું. લો આ તો સારું થયું કે એક ઠેકાણે બધા ભેગાં થયેલા જોવા મળ્યા. એમ વિચારીને ઉતરીને ત્યાં ગાડું મુક્યુ. ઉચિત પ્રવૃત્તિ કરી તેમની સમક્ષ બેઠો અને વિનંતિ કરી કે હું તમારા ગામમાં વસવા ઈચ્છું છું.
જો તમે લાભ આપો તો (હાં પાડો તો) ? હા પાડીને કહ્યું કે જલ્દી આવ ! ત્યારે ઉઠીને ગાડુ તરે છે ત્યારે એક ચક ન દેખાયું. તે બોલ્યો હે ગ્રામજનો ! મારા ગાડાનું ચક કોઈએ ચોરી લીધુ હોવાથી હું કેવી રીતે જાઉં. ત્યારે તેઓ એક અવાજે બોલ્યા કે આ તો એકચકવાળા ગાડાથી આવ્યો છે. તેણે કહ્યું એક ચકે અવાય જ કેવી રીતે ? મેં જાતેજ તેલ લગાડી ગાડામાં જોડ્યું હતું. હાં ભાઈ ! આ ગાડું તો દેખાય જ છે. પણ એક ચકવાળું જ છે. તમે જોતરીને આવતા હતા ત્યારે અમે એમ જોયેલું. તેથી તમને ભ્રમ થયો લાગે છે. જે અમારાં ઉપર વિશ્વાસ ન હોય તો તમારા આવવાનાં રસ્તે તળાવ કાંઠે રમતા છોકરાઓને પૂછી લો. છોકરાને પૂછતાં તેઓ પણ તે પ્રમાણે જ બોલ્યા. આટલા બધા કેવી રીતે ખોટું બોલે” “તેથી હું જ ભ્રમમાં પડ્યો હોઈશ.” એમ વિચારી ગાડું જોતરી ઉપર ચડી બળદો હંકાર્યા. ત્યારે ગ્રામજનોએ તેને બોલાવીને કહ્યું હે ભદ્ર ! નાનું બાળક પણ જાણે છે કે