________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ શું રાજાએ કાંઈ તમારું અપમાન કર્યું ? અથવા કોઈ કપટીએ તમને છેતરી લીધા છે ? શું મહાજન તમારે વિરોધી થયું છે ? શું નિધાનમાંથી અંગારા નીકળ્યા ? શું બાલકો હૃદયમાં ખટકે છે ? શું મરણ નજીક આવી ગયું છે ? હે નાથ! જો અતિગુપ્ત વાત ન હોય તો મને કહો, તે સાંભળી, જરાક હસી નાગરથીએ તેને જવાબ આપ્યો.
• હે કાંતા ! મારે એવું કોઈ અતિ ગુમ કામ નથી કે જે તને ના કહેવાય. પરંતુ તારે પુત્ર નથી આ મારા હૃદયમાં ખટકે છે. ત્યારે સુલસા કહેવા લાગી. જિનવચનમાં વિદગ્ધને ખેદ ક્યાંથી હોય ? હે નાથ ! શા માટે ખેદ કરો છો, જે કોઈ નરકમાં પડિ રહ્યો હોય તેનું રક્ષણ પુત્ર કરી શકતો નથી, ગુણવાન અને રૂપાળો પુત્ર પણ છે સ્વામી ! આવતા રોગવિકારને દૂર કરી શકતો નથી, “શું પુત્ર સ્વર્ગ, મોક્ષ આપે છે ?” પરંતુ હે નાથ ! પુત્ર તો સંસારનું કારણ બને છે. નાગરથી - હે પ્રિયે ! હું બધું જાણું છું પણ અપુત્રિયાનું ધન રાજા લઈ લે છે. સકલ પરિવાર (લક્ષ્મી જોઈને) ભેગો થાય છે. અન્યથા સગો ભાઈ પણ સંઘર્ષ કરશે. તો હે નાથ ! આપ અન્યકુમારીને પરણી લો, પતિએ કહ્યું કે મને કોઈ રાજ્ય આપે તો પણ તારા સિવાય બીજી પત્નીથી મારે કામ નથી, જો કેમે કરીને તારે પુત્ર થાય તો ઠીક છે તેનાથી મારા મનને શાંતિ થશે. સકર્મક = સમાધિવાળું થશે (વિદ્વતાનું ફળ સમાધિ છે માટે). પતિનો આવો નિશ્ચય જાણી તે દેવને આરાધવા બેઠી, સુવિશુદ્ધ બ્રહ્મચર્યને પાળે છે, ભૂમિ સંથારો કરે છે. જિનપ્રતિમાની પૂજા કરે અને કરાવે છે, ભક્તિથી શ્રમણ સંઘને વહોરાવે છે, અને આયંબિલનો તપ આદરે છે. અને મનમાં હરિગૈગમેથીદેવને ધારણ કર્યો. વ્રતનિયમમાં રહેલી બીજું પણ ઘણું કરવા લાગી, સ્થિરપણે અનુષ્ઠાનને વિષે રહી તેટલામાં,
હરિગૈગમેથીદેવનું આસન ચલાયમાન થયું. તે જોઈ મનમાં ચમકી “શું મારું વન થવાનું છે ?' આવી શંકાથી અવધિજ્ઞાનનો ઉપયોગ મુક્યો. ત્યારે સુલસાનો વૃત્તાંત જાણી સુરસેનાપતિ તરતજ ઉત્તરવૈકિય શરીર કરી ચાલ્યો,
સ્કુરાયમાન મુગટવાળો, રણરણ કરતી ઘુઘરીવાળો, (સણો-સ્વનઃ-અવાજ) ચલાયમાન સુંદર કુંડલવાળો, જેની ચોતરફ તેજસ્વી મંડલ રહેલું છે. ઝુલતા અને ચમકતા વાળવાળો, લટકતા વસ્ત્રોને ધારણ કરનારો, સુરમ્ય તાળવૃક્ષના ફળની માળાવાળો, ખંડિત મસ્તકની માળાવાળો, સુગંધી પુષ્પની માથે રહેલી કલગીવાળો, (ઘૂઘરીના) અવાજથી યુક્ત સુંદર દોરા (કંઠી) ને ધારણ કરનાર પ્રકૃષ્ટ કૃદ્ધિના સમૂહને ધારનાર; વારનાર ઝાંખીપાડનાર ઈન્દ્રની સેનાનો નાયક