________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ રૂપલાવણ્યથી પ્રશંસા પાત્ર છે,
વળી જેનાં કાચબાની જેમ ઉન્નત ચરણો એવી રીતે શોભી રહ્યા છે કે જાણે પૃથ્વી તલ ઉપર કમલો ચાલતા ન હોય, જેનાં જંઘાયુગલ એવાં શોભી રહ્યા છે કે જાણે કામદેવના ભવનનાં શ્રેષ્ણ તોરણ ન હોય, જેની કેડ ગંગાનદીના પુલિન સરખી ઘણીજ સારી અને બહુ જ સારી રીતે વિસ્તાર પામેલી છે, સમુદ્રના આવર્ત સરખું તેનું નાભિમંડલ મદનના મહેલરૂપે માહિત પડે છે. વજની જેમ ઘણોજ પતળો જેનો મધ્યભાગ રતિસુખનાં બાગની જેમ શોભે છે. જેના પુષ્ટ અને ઉન્નત તેમજ ગોળ સુંદર સ્તનો કામદેવના હાથીના કુંભ સરખા ઘણાંજ મનોહર છે. જેની સરળભુજાઓ અતિસુકોમલતાને લીધે કામતાપને દૂર કરવામાં જાણે ભીંત વિનાનું ખુલ્લું ઘર ના હોય, જેનાં સુપ્રશસ્ત લાલ હાથ જાણે લાલ અશોકવૃક્ષનાં પલ્લવો ના હોય, જેની સુશોભિત બનાવેલી ગળાની રેખાઓ માણસને મોહ પમાડે છે, તે શંખ સરખી દેખાય છે, જેનું વિકસિત કમળની શોભાના વિલાસવાળું મુખ બધા લોકોને આશ્ચર્ય પમાડે છે, જેનાં ગુંથાયેલા અંબોડાના સૂક્ષ્મ-ઝીણા કોમલ વાળ જંગલની ભેંસ, = રોઝ; ભમરાના સમૂહ અને મોરના ગળા સરખા (કાલાં ભમ્મર) છે.
(સુલસાના) ઘણાં વખાણ શું કરીએ જેને જિનેશ્વરે પણ સમ્યકત્વમાં શ્રેષ્ઠ માની છે. જિનમુનિની ભક્તિ કરતી પોતાના પતિ સાથે વિષયસુખ માણતી, સંતાનવિનાની, દૌર્બલ્ય વિનાની, નિશ્ચયથી સૌભાગ્યશાળી કાલ પસાર કરી રહી છે. સાંભળેલું કરનારી, ગુણવાન, રૂપવાન, કુલીન, પ્રશાંત તેમજ સમકિતધારી, સુલસા નામે ભાર્યા છે.
એક વખત પતિને ચિંતાતુર જાણી તેનું કારણ પૂછયું હે નાથ ! જાણે કે વારિબંધથી બંધાયેલા હાથીની જેમ; જાણે કે રાજપુત્રને રાજ્યથી વારવામાં આવ્યો હોય તેનાં જેવા, નીચા નમેલા પુષ્પવાળી જઈની જેમ, જુગારિયાની ટોળકીથી ફેંકાયેલા જુગારીની જેમ, શત્રુઓથી ઘેરાયેલા કાયર પુરુષની જેમ, રણાંગણમાં ખૂટી ગયેલા હથિયારવાળા સુભટની જેમ, નભાંગણમાં નાશ પામેલી વિદ્યાવાળા વિદ્યાધરની જેમ, દિશા ભૂલી ગયેલા નિર્યામકની જેમ, જેનું વાહણ ભંગાઈ રહ્યું છે એવા વ્યાપારીની જેમ, મહાભંયકર વનમાં સ્વામી નાશ પામી ગયા છે એવા વટેમાર્ગની જેમ, જેનાથી વેશ્યાઓ પરાડમુખ છે એવા કામાતુરની જેમ, ભ્રષ્ટવ્રતવાળા ભાવિત ઉત્તમમુનિની જેમ, (ભાવુક મુનિ ભૂલમાં પણ વ્રત ભંગ થતાં ઘણાંજ ચિંતાતુર બની જાય છે.) તમે ચિંતાતુર કેમ દેખાઓ છો ?