________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૧૧ કરનાર ઘણી સુગંધથી આકૃષ્ટ ભ્રમર સમૂહથી ઘેરાયેલ, તેમજ નાસિકાને આનંદ ઉપજાવનાર એવાં ધૂપથી ધન્યજનો હર્ષથી સદા જિનેશ્વરની પૂજા કરે છે. - દીવેહિ - અંધકારને દૂર કરનાર વાટ અને તેલના સંયોગથી પ્રજ્વલિત અગ્નિશિખા તે દીપ કહેવાય. તેનાંથી (દીપકથી) પૂજા કરવાની, કહ્યું છે કે
પૂજાવિધિમાં સ્વચ્છ વાટ અને સુગંધી તેલના લીધે ઉછળતી પ્રભાથી દેવાલયનાં અંધકારને દૂર કરનાર એવાં દીવડાને ધન્યજનો નિર્મલ ભક્તિભાવથી જિન સમક્ષ પેટાવે છે.
અખએહિ - અષ્ટમંગલાદિની રચના કરવામાં ઉપયોગી અખંડ ડાંગર વિ. ઉત્તમજાતનાં ચોખાતી અક્ષતપૂજા કરવી.
કહ્યું છે કે – શંખ અને કુન્દપુષ્પ જેવા શ્વેત પાણીથી પ્રક્ષાલિત, ઉત્કટ સુગંધવાળા વિશાળ, અખંડિત, અક્ષતોથી બુધ પુરુષોએ ભક્તિથી પ્રભુની પૂજા કરવી જોઈએ.
તથાણાગાળેહિં - અનેક જાતનાં પાકથી પવિત્ર એવાં કેરી વિ. ફળોથી ફળપૂજા કરવી. કહ્યું છે કે - પાકેલાં ઉજ્જવલ વિવિધ વર્ણ વડે શોભતા, નેત્રને આનંદ અર્પનારા, જેની સુગંધ લેવી ગમે તેવાં વિવિધ ફળો અને સુંદર જાતિ ના કન્દ, અને મૂળ થી ધન્યપ્રાણીઓ પ્રભુ સામે પૂજા કરે છે. અર્થાત્ પૂજા નિમિત્તે પ્રભુ આગળ ધરે છે.
ઘએહિ = સુંદર જાતનાં ઘી વડે,
કહ્યું છે કે - સ્વચ્છ, ઈન્દ્રિયોને ઘણાંજ સુખકારી, સભાજનમાં અર્પણ કરાયેલા (મુકાયેલા), સુગંધ સુવર્ણયુક્ત, સર્વ દોષ દૂર કરનાર, એવાં ઘીથી હરખાયેલા હૃદયવાળા ધન્યજીવો, રાગદ્વેષ અને મદરૂપી ઉદ્ધતશત્રુને જિતનાર એવાં પરમાત્મા સમક્ષ સદ્ભક્તિથી પૂજા કરે છે.
બધી પૂજા નિત્ય કરવી કેમકે સ્ટોક પણ પુણ્ય પ્રતિદિન કરવાથી વૃદ્ધિ પામે છે. મધમાખીના મુખનાળથી એકઠું કરાયેલ મધ સેંકડો ઘડા જેટલું થાય છે.
જલપૂર :- સુગંધી સ્વચ્છ શીતલ જલ ભરેલ ભાજનો (થી પખાલ કરવા દ્વારા) ધરવા વડે પૂજા કરવી.
કહ્યું છે કે – નિર્મલ ઉવલ જલથી શોભિત એવાં પૂર્ણ ભરેલાં પાત્ર સમૂહને આદરવાળો, વિકસિત રોમરાજીવાળો, ગૃહસ્થ (સમભાગુ) સદા જિન સમક્ષ મુકે.
એકવીસમી ગાથામાં કહેલ ચકાર આગકહેલાંનાં સમુચ્ચય માટે છે. તેથી