SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પછી શુભ દિવસે મોટા સૈન્ય સાથે રત્નપ્રભાને મોકલી. અને શુભદિવસે લગ્ન થયા. ત્રિવર્ગને સંપાદન કરવામાં સમર્થ સ્વભાવથી સારવાળું. એવાં વિષયસુખને અનુભવતાં તેઓનો કાળ વીતવા લાગ્યો. એકવખત કંચુકી પાસેથી ચારજ્ઞાનના ધણી વિજયસિંહસૂરિ પધાર્યા છે એવું જાણી તેઓ વાંદવા ગયા. વાંદીને યથોચિત સ્થાને બેઠા. ધર્મલાભ આપવા પૂર્વક આચાર્ય ભગવંત બોલ્યા કે... જન્મ મરણરૂપ જલસમૂહવાળો. દારિદ્રરૂપી મોટા મોઢાવાળો, સેંકડો વ્યાધિરૂપ જલચર પ્રાણિઓનાં સમૂહયુક્ત એવો આ ભવસમુદ્ર મહાભયંકર છે. આ ભવસમુદ્રમાં પોતાનાં પાપથી જ પરવશ થયેલો નરક તિર્થગ્યોના ભવોમાં ભમતો ઘણી મુશ્કેલીથી કર્મવિવરની મહેરબાનીથી મનુષ્યપણું જીવ મેળવે છે. અને મહાનુભાવો ! તમે કુલાદિયુક્ત એવો મનુષ્ય અવતાર મેળવ્યો છે. તો પ્રમાદ છોડી ધર્મમાં ઉઘમ કરો. આવી ધર્મદેશના સાંભળી રાજા અને રાણીને સંયમના પરિણામ જાગ્યા. અને સૂરિપુરંદરને વિનંતી કરી કે મોટાપુત્રને રાજ્ય સોંપી તમારા ચરણે ચારિત્ર સ્વીકારી હાથીનાં કર્ણ સરખા ચંચલ મનુષ્યપણાંને સફળ કરીએ. ત્યાં સુધી આપ સ્થિરતા કરો. ભગવાને કહ્યું તમે વિલંબ કરશો નહિં, તેઓ રાજમંદિરે ગયા. મંત્રી વિ.ને સ્વાભિપ્રાય જણાવીને પુરંદર નામના પ્રથમ પુત્રનો રાજગાદી ઉપર અભિષેક કર્યો. મોટી શોભાપૂર્વક પાલખીમાં બેસી રાજા રાણી સૂરિ પાસે ગયા. આચાર્યશ્રીએ . આગમવિધિથી દીક્ષા આપી. રત્નપ્રભા સાધ્વીની પ્રવર્તિનીને સોંપણી કરી. જ્યાં તે સાધ્વી ક્રિયાકલાપનો અભ્યાસ કરીને, વિવિધ તપચરણને આચરી, ગુરુજનને આરાધી, સંલેખના કરી. નિરતિચાર ચારિત્ર પાળી. અનશન આદરી શુભધ્યાનના યોગે દેહપિંજરાને છોડી દેવલોકમાં ગઈ. એવી રીતે કલ્યાણ પરંપરાને પામી તે ધન્યા સિદ્ધ થઈ. “ઈતિ ધન્યા કથાનક સમામ’ શ્રેષ્ઠ પુષ્પોના અભાવમાં અન્ય પુષ્પાદિથી કરેલી પૂજા પણ મોટા ફળને આપનારી બને છે. જોકે ઉત્તમપુષ્પાદિ સુલભ હોય તો તેનાથી જ પૂજા કરવી જોઈએ. હવે ધૂપપૂજા બતાવે છે. ધૂપ એટલે અગ્નિના સંપર્કથી સળગી ઉઠે તેવા ચંદન-સારંગમદ ઉપ્રંચ... કપૂર, અગરુ, ચન્દન વિ. સુગન્ધિ દ્રવ્યોના સમૂહથી નિર્મિત, અગ્નિના સંપર્કથી વિકસિત થયેલા ચપલ ધૂપપટલ થી દિશા ભાગોને વ્યાપ્ત
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy