________________
(૧૧)
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ નૈવેદ્ય, વસ્ત્ર, આભરણ, વિલેપન વિ. પૂજાનો આ આઠપૂજામાં અંતર્ભાવ કરવો
પૂજાનું સ્વરૂપ કહ્યું. હવે તથા પ્રકારનાં વિશેષણ યુક્ત પ્રાણી જિનપૂજામાં પ્રવૃત્ત થયેલો જેવાં દુ:ખોથી મુક્ત રહે છે તે બે ગાથા વડે ગ્રંથકાર દર્શાવે
पूयं कुणंतो बहुमाणवंतो, उदारचित्तो जिणभत्तिजुत्तो ।
રારિદ્ર-રોગ-સુતકુરિવ-સુવ્યWI-ટુ-ફુવા રરા સંતાવ-સંનોસ-વિયોગ-સોગ-દ્દીન-હીનત્તમારૂયાળ तिखाण दुक्खाण भवुभवाणं, ण भायणं होइ भवंतरे वि ॥२३॥
બહુમાનવાળો, આન્તરપ્રીતિયુક્ત જેમ અટવીમાં રહેલાં મહાદેવની ધાર્મિક માણસોએ પૂજા માટે રચેલાં વિશિષ્ટ પૂજન દ્રવ્યોને, ડાબા પગ થી ખસેડી મોઢામાં ભરેલાં કોગળાનું પાણી શંકર ઉપર નાંખનાર અને જમણા હાથમાં રહેલાં પુષ્પથી પૂજા કર્યા બાદ, પગમાં પડતા તે ભીલ જોડે વાતચીત કરતાં શંકરને જોઈ રોષે ભરાયેલા ધાર્મિક બ્રાહ્મણને બોધપાઠ આપવા દૂર કરેલી એક આંખવાળા શંકરને જોઈ ખેદિત થયેલાં ભિલ્લે શંકર ઉપરના બહુમાનથી પરવશતાની (અન્યને વશ કરવામાં અત્યંત ઉપયોગી) ભલ્લીથી પોતાની આંખ ઉખાડી શિવની મૂર્તિમાં લગાડી દીધી. આવું ભિલ્લ જેવું બહુમાન જોઈએ. અને ઉદારચિત્તવાળો, જિનેશ્વરની ભક્તિમાં તત્પર, એવાં પ્રભુની પૂજા કરતાં પ્રાણીઓ દારિદ્ર, દોર્ભાગ્ય, દુરંતદુ:ખ, કુવર્ણ - (શરીરની કાંતિ રંગ ખરાબ હોય તે), દુર્ગધ, કુરુપતા = (આકૃતિ ખરાબ હોય તે), તેમજ સંતાપ, સંયોગ, વિયોગ, શોક, કાર્યઅકુશલતા, દીનમણું, તથા પ્રકારના તીણ દુ:ખોને આભવ અને પરભવમાં પણ પામતા નથી.
કહ્યું છે કે દરિદ્રતા સર્વ આપત્તિનું સ્થાનક છે કારણ કે, નિર્ધન માણસ લજ્જા પામે, લજજાનાં કારણે તેજ ઓછું થાય, તેજ ઓછું થવાથી પરાભવ પામે છે. પરાભવ થવાનાં કારણે કંટાળે છે. કંટાળેલો શોક પામે, શોકવાળાની બુદ્ધિ નાશ પામે, અને બુદ્ધિ ભ્રષ્ટ થયેલો નાશ પામે છે. અહો ! નિર્ધનપણું સર્વ આપત્તિનું કારણ છે. દૌભગ્ય - મહામાનસિક દુ:ખના કારણભૂત સર્વજનમાં અપ્રિયત્વ, દુ:ખે સહેવાય એવાં દૌર્ભાગ્ય કલંકરૂપ અગ્નિજ્વાળાથી દાઝેલાં એવાં જીવતાં છતાં મરેલાં જેવા પ્રાણિઓનો નિરર્થક જન્મ શું કામનો.