________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૫૫ સહિત આ રાજા મહાબલ છે. ઈશાન કલ્પ છે. શ્રી પ્રભવિમાન છે આ સઘળુ ખાત્રી પૂર્વક કહ્યું. ત્યારે મેં (ધાત્રી) કહ્યું કે તારા કુઆની પુત્રી શ્રીમતી તે જે સ્વયંપ્રભા છે, તેથી રાજાને હું નિવેદન કરું તો ચોક્કસ તને આ આપશે. ત્યારે તે શુભમનવાળો ઘેર ગયો. અને હું અહીં આવી તેથી રાજાને નિવેદન કરું જેના લીધે તારે પ્રિય સાથે સંગમ થાય. રાજા પણ મને (ધાત્રી) અને રાણીને બોલાવી એ પ્રમાણે કહેવા લાગ્યા. હે પ્રિય ! સાંભળ આ લલિતાંગને જેટલો હું જાણું છું. તેટલો પુત્રી પણ જાણતી નથી. કારણ કે આજ દ્વીપમાં પશ્ચિમ વિદેહના સલિલવતી વિજયમાં વીતશોકા નગરીમાં પિતા મરણ પામતા અચલ અને બીભીષણ અર્ધ વિજયને જીતી (સાધી) બળદેવ વાસુદેવ થયા.
નમતા અનેક સામંતના મુકટ મણિથી જેમની પાદપીઠ ઘસાઈ ગઈ છે. હવે અચલને મનોહરી માતા કહે છે. હે વત્સ તારા પિતાની અને તારી રાજ્ય લક્ષ્મી ઘણી ભોગવી ભવભયથી ડરેલી હવે પરલોક હિતકારી દીક્ષાને
સ્વીકારુ. ઘણો આગ્રહ કરતા અચલે કહ્યું હે મા ! તો દેવલોકથી વ્યસન કાલમાં મને બોધ પમાડવા આવજે.
હા પાડી, દીક્ષા લઈ અગ્યાર અંગ ભણ્યા. પૂર્વકોડનું સંયમ પાળી લાંતક કલ્પમાં ઈન્દ્ર થયો. તેજ હું છું. આ બાજુ પણ બળદેવ, વાસુદેવ લાંબા કાન સુધી અતુલ રાજ્યને ભોગવે છે. અને એક વખત ઘોડા ખેલાવવા ઘોડે ચડી બંને ગયા. ઘોડાઓએ અપહરણ કરી મહાભંયકર જંગલમાં નાંખ્યા. ગાયો ચાલવાથી તેમનો પદમાર્ગ (પગલાં) ભૂસાઈ ગયા તેથી બધુ સૈન્ય પણ પાછુ ર્યું. શ્વાસ ભરાઈ જવાથી ઘોડાઓ પણ મરી ગયા. આવું ક્ષય થવાથી બીભીષણ મરણ પામ્યો. તેના મોહથી મોહિત મનવાળો અચલ પણ તેને ખભે ઉપાડી ફરે છે. આ મૂચ્છ પામ્યો લાગે છે. તેથી શીત (ઠડા) ગહન વનમાં લઈ જઈને રાખુ. ભવિતવ્યતા વશે ત્યારે મેં ઉપયોગ મૂક્યો. તેવી અવસ્થાવાળા અચલને દેખી સંકેત યાદ કરી લાંતકમાંથી બીભીષણનું રૂપ કરી તેને બોધ પમાડવા આવ્યો.
હે ભાઈ ! હું વિદ્યાધર સાથે યુદ્ધ કરવા ગયો હતો. જીતીને તારી પાસે આવ્યો. એ આંતરામાં કોઈક અનાર્ય કર્મવાળા દુષ્ટદેવે તને ઠગ્યો લાગે છે. તેથી જે આ શબને તે ઉપાડ્યું છે. તેને આ નદીના સંગમમાં સત્કાર કરી દે (વહાવી દે) ચાલો હવે આપણે ઘેર જઈએ. અને પોતાનું રાજ્ય ભોગવા લાગ્યા. એક દિવસ એકાન્તમાં બેઠા હતા. ત્યારે મેં સંકેત વિ. સર્વ કહ્યા હે પુત્ર ! આ અસાર સંસારમાં ધર્મમાં ઉદ્યમ કર. એમ કહી હું લાંતકમાં