________________
૨૫૪
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ તપસ્યાથી સુકાયેલા શરીરવાળી નિર્નામિકા, લલિતાંગ, સ્વયંપ્રભા આ બધુ નામ સહિત આલેખ્યું. ચિત્રપટ તૈયાર થયો. ત્યારે તે ચિત્રપટ લઈ યુવતિના કેશ પાશ, કુવલય પલાશ સરખા કાલા ગગનતલમાં ઉંચી ઉડી, પળવારમાં પાછી ફરી મેં પૂછ્યું હે માતા ! જલ્દી શા માટે પાછા ફર્યા. તેણે કહ્યું છે પુત્રી કારણ સાંભળ - તારા પિતાને વધારે વર્ષના નિમિત્તે (વર્ષગાંઠ નિમિત્તે) વિજયવાસી રાજાઓ પ્રાયઃ કરીને આવેલા છે. તેમાં તારો હૃદય દેવ હોય તો આપણું કાર્ય સિદ્ધ થઈ જશે. એમ વિચારી હું પાછી ફરી. અને તે પટ લઈને પૂર્વ પશ્ચિમ દિશામાં ગઈ. હસતા વદને પાછી આવી. હે પુત્રી ! શાંત થા તારો પ્રિય જોઈ લીધો. હે પુત્રી ! રાજમાર્ગમાં ચિત્ર મૂકયું તેને દેખતા ચિત્રમાં નિપુણ લોકો રેખા વિ. સારી દોરેલી છે. એમ વખાણ કરે છે. જે લોકો નિપુણ નથી તેઓ વર્ણ-રૂપ વિગેરેની પ્રશંસા કરે છે. એ અરસામાં દુર્મર્ષણ રાજાનો પુત્ર દુર્દાત પરિવાર સાથે ત્યાં આવ્યો. મુહૂર્ત માત્ર તે મૂચ્છ પામ્યો. પરિવારે પૂછ્યું શા માટે મૂચ્છ પામ્યા ? તેણે કહ્યું - આ ચિત્રના વિશે જાતિસ્મરણ થવાથી હું મૂચ્છ પામ્યો.
કારણ હું લલિતાંગ દેવ હતો. સ્વયંપ્રભા મારી દેવી હતી. ત્યારે મેં (ધાત્રી) પૂછ્યું “હે પુત્ર ! આ કયુ ગામ છે ? પુંડરિકીણી નગરી છે. આ મેરુ પર્વત છે. આ આણગાર છે. પણ એનું નામ યાદ નથી આવતું. સૌધર્મ કલ્પ છે. મંત્રી સહિત રાજા આ કોણ છે ! આ તપસ્વિની કોણ ? નામ યાદ આવતું નથી. આ તો ખોટુ બોલનાર છે. એમ મેં કહ્યું રે પુત્ર ! તું સાચુ બોલ પણ જન્માંતર ભૂલી ગયો છું. જો તું સાચેજ લલિતાંગ હોય તો ધાતકીખંડના નંદીગ્રામમાં આગમમાં કુશલ, કર્મદોષથી પાંગલી બનેલી સ્વયંપ્રભાએ તને જણાવા સારું આ ચિત્ર આળેખ્યું છે. તારી અનુકંપાથી તને શોધવા અહીં આવી છું. તો હે પુત્ર ! તને ત્યાં લઈ જાઉ.
પૂર્વભવના સ્નેહથી બંધાયેલા તે બિચારીને પ્રસન્ન કર. ત્યારે મિત્રોએ મશ્કરી કરી ત્યાંથી પાછો ખસ્યો. મુહૂર્ત પછી લોહાર્ગલ નગરથી ધન નામે કુમાર આવ્યો. કૂદવામાં હોંશીયાર હોવાથી લોકો વજજંધ કહેતા.તે પટને જોઈને તેણે કહ્યું આ કોણે લખ્યું છે ? ત્યારે મેં કહ્યું શા માટે પૂછો છો તેણે કહ્યું મારું ચરિત્ર કોઈએ લખ્યું છે અથવા તે સ્વયંપ્રભાના કહેવાથી આ આલેખ્યું છે, એમ હું માનું છું. ત્યાર પછી મેં પૂછ્યું જો તારું ચરિત્ર છે તો કહો આ કયું ગામ છે ? તેણેકહ્યું જુઓ નંદગ્રામ છે અંબરતિલક પર્વત છે. યુગંધર આચાર્ય છે. અને આ તપથી સુકાયેલી નિર્નામિકા છે. સભિન્નશ્રોત સ્વયંબુદ્ધ