________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
અનેક ગુણોથી અલંકૃત તેમજ જેઓ કામરૂપી હાથીના કુંભને ભેદવામાં દ્રઢદાઢા અને ખુલ્લા મુખવાળા, ખરનખવાળા સિંહકિશોર સમ હતા. તેમનાં બે શિષ્યો દશપૂર્વી આર્યમહાગિરિજી અને આર્ય સુહસ્તિસૂરિજી હતા. સ્થૂલભદ્રસ્વામીએ બન્નેને જુદા જુદા ગણ આપ્યા હતા. છતાં બન્નેમાં પ્રીતિ ઘણી હોવાથી સાથે વિચરતા હતા.
૧૨૬
એક વખત વિચરતાં વિચરતાં કૌશાંબી નગરીમાં પધાર્યા. ત્યાં નાની વસતિનાં કારણે અલગ-અલગ રહ્યા. પણ ત્યાં તે વખતે ભારે દુષ્કાળ ફેલાયેલો હતો. આર્યસુહસ્તિનાં સાધુ ભિક્ષા માટે સંપત્તિશાળી ધનસાર્થવાહનાં ઘેર ગયાં, સાધુને આવતાં દેખી પરિજન સાથે શેઠ સહસા ઉભા થયા અને સાધુને વાંઘા અને શેઠાણીને કહ્યું કે ‘‘સિંહકેસરીયા લાડુ’’ વિ. ઉત્તમજાતિનો આહાર લાવ. જેથી સાધુ મહાત્માને વહોરાવું.
વચન સાંભળતા જ શેઠાણી સર્વ ઉત્તમ આહાર લઈ હાજર થયાં. હર્ષવિભોર થઈ વિકસિત વદને મુનિઓને વહોરાવ્યું. દરવાજા સુધી શેઠ સાથે ગયા. આ સર્વ હકીકત એક ભીખારીએ જોઈ. તે જોઈને વિચારવા લાગ્યો, આ જીવ લોકમાં આ સાધુઓજ કૃતાર્થ છે. જેમને આવાં ધનકુબેરો પણ નમે છે. અને દારુણ દુષ્કાળમાં પણ મૃત્યુ લોકમાં દુર્લભ એવાં વિવિધ પ્રકારનાં આહારને પ્રાપ્ત કરે છે. અનેક રીતે દીનતાં દાખવવાં છતાં (મસકા મારવાં છતાં) કોળીયા જેટલું હલકું અન્ન પણ અધન્ય એવાં મને પ્રાપ્ત થતું નથી. ક્યારેક કોઈક આખો દિવસ દીનવચનો બોલતા કોળીયા જેટલું ખરાબ અન્ન આપે તો પણ ઘણો આક્રોશ કરે; તેથી યથેચ્છત મેળવેલ આહારમાંથી મુનિ પાસે થોડું માંગુ; મુનિ કરુણાથી કાંઈક આપશે.
એવું વિચારી તે સાધુ પાસે તેણે આહાર માંગ્યો. સાધુઓએ કહ્યું જ્યાં સુધી ગુરુદેવ આજ્ઞા ન આપે ત્યાં સુધી અમે આના સ્વામી નથી. તેથી આ બાબતમાં ગુરુભગવંત જ જાણે. ભીખારીએ સાધુની પાછળ ગુરુ પાસે જઈ ભોજન માંગ્યું ત્યારે શ્રુત ઉપયોગ મૂકી આર્યસુહસ્તિસૂરિએ જાણ્યું કે ‘‘આ જિનશાસનનો આધાર બનશે.’’ પછી તેને કહ્યું કે જો તું દીક્ષા લે તો ઈચ્છિત આહાર આપું. તેણે હાં પાડી એટલે દીક્ષા આપી. અવ્યક્ત સામાયિક આપી ઈચ્છા પ્રમાણે ભોજન કરાવ્યું. ત્યાર પછી સ્નિગ્ધ આહારના લીધે વિથૂચિકા (કોલેરા) થઈ. મહાવેદનાથી વ્યાપ્ત થવા છતાં શુભભાવથી આયુષ્ય ક્ષય કરી