________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૨૫
કે ભોજન વજ્ર પાત્રનાં ખર્ચને મૂકી બાકી જેટલું દ્રવ્ય હૈં કમાઉ તે સર્વ ચૈત્ય દ્રવ્ય કરીશ. ત્યાં પછી અચિન્હ માહાત્મ્યથી અભિગ્રહથી ઉપાર્જિત કુશળકર્મવાળા. તેનો વૈભવ વધવા લાગ્યો. વૈભવ વિસ્તાર જોઈ હર્ષાવેશથી વધતાં જતાં શુભ પરિણામના લીધે રોમાશ્રિત ગાત્રવાળો જિનભવન વિ.માં સ્નાત્રપૂજન બલિવિધાન વિ. કરે છે. અષ્ટાહ્નિકા મહોત્સવ પ્રવર્તાવે છે. જિનાલયો અક્ષયનિધિ કર્યા (જિનાલયોના ભંડારો ધનથી ભરપૂર કર્યા) અને જીર્ણોદ્ધાર કરાવે છે.
એ પ્રમાણે અસ્ખલિત રીતે પ્રવૃત્તિ કરવા છતાં લક્ષ્મી ઘણી વધવા લાગી ત્યારે નિરતિચાર અભિગ્રહ પાળવાની બુદ્ધિથી પ્રસ્તુત પ્રકરણમાં વર્ણવેલાં જિનાલયો સરખા અનેક જિનભવનો કરાવ્યા. તેમાં પૂર્વે વર્ણિત તેવાં જિન બિમ્બો પ્રતિષ્ઠિત કર્યા. ભય જોયેલો હોવાથી પ્રયત્નથી જિનાલયના પરિભોગથી દૂર રહે છે. આજ કથાનકમાં ઉપદેશપદમાં કહ્યું છે કે..
‘“નિટ્રિવણાઈ અકરણાં' થુંકવું, ઝાડો પેશાબ, ભોજન વિ.નો ત્યાગ અસક્કહા વિકથા, અનુચિત આસને બેસવું તેમજ સુવું ઈત્યાદિનો જિનાલયમાં ત્યાગ કરવો. તેમાં દેવો ઉદાહરણ રૂપે છે. વિષયવિષને વશ થયેલાં દેવો પણ જિનાલયમાં ક્યારે પણ અપ્સરા સાથે હાસ્યક્રીડા વિ. કરતા નથી. એ પ્રમાણે તે મહાનુભાવ આશાતનાને વર્જતો વિધિમાં તત્પર બની ધર્માનુષ્ઠાન કરતોજ ભવપર્યન્ત વિશુદ્ધ રીતે અભિગ્રહ પાળી આરાધક થયો.
“ઈતિ સંકાશ કથા સમાસ''
સંપ્રતિરાજા થાનક
સુર અસુર વ્યંતર વિદ્યાધર ચક્રીઓ વડે વંદિત ભરતવર્ષમાં અપચ્છિમ વીર જિનેશ્વર હતા. તેમણે લાંબુ આયુષ્ય જાણી પોતાનાં પદે સુધર્માસ્વામીને સ્થાપ્યાં. તેમનાં જાંબુનદ સમા તેજવાળા ચરમ કેવલી જંબુસ્વામી નામે શિષ્ય હતાં. અને તેમનાં પ્રભવસ્વામી નામે શ્રુતકેવલી શિષ્ય હતાં. તેમનાં શિષ્ય શુષ્યભવસ્વામી જે ભવોદધિ તરવા માટે શય્યા (નાવ) સમાન છે એટલે કે સંસારથી તારનાર છે. કારણ કે જેમણે મનક માટે દશવૈકાલિક સૂત્રનો પૂર્વમાંથી ઉદ્ધાર કર્યો. તેમનાં શિષ્ય યશોભદ્ર સૂરિ, તેમના શિષ્ય સંભૂતિસૂરિ, તેમનાં ભદ્રબાહુ સ્વામી, તેમની પાટે સ્થૂલિભદ્ર થયા. જે અનેક ગુણોનાં પ્રભાવે પૂજાયેલાં આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણિના છેલ્લા ચૌદ પૂર્વધર હતા.