SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ મનુષ્યગતિમાં હાથ, પગ જીભ, તથા નાસિકાનો છેદ થયો, જેલમાં સપડાવું; અપરાધ વિના પણ નેત્રો ખેંચાવા તથા વધને પામવું, મહાભયંકર રોગ, શોક દારિદ્રથી પીડાતો તેમજ આગની જ્વાલાથી દાઝેલાં અંગવાળો સર્વ ઠેકાણે તિરસ્કારને પાત્ર દીન બનીને રહ્યો. ૧૨૪ દેવગતિમાં કિલ્બિષિકપણુ; (હલ્કીકોટિના દેવો) ઈર્ષ્યા, વિષાદ, ભય, અન્યની આજ્ઞાનું પાલન વિ. વિષમ દુ:ખોને તેણે સહન કર્યા. ત્યારપછી આ જંબુદ્વીપમાં તગરા નગરીમાં ઈમ્યપુત્ર તરીકે ઉત્પન્ન થયો. શેષ રહેલાં અશુભ કર્મના કારણે પિતાનું પણ નિધન થયું. આ કમભાગી છે. એમ લોકો તેને નિંદવા લાગ્યા. પિતાના મૃત્યુ પછી ઘણી જાતનાં ધંધા કરવા છતાં રોટલા જેટલું પણ મેળવી શકતો નથી. તેથી જ્યાં જ્યાં હાથ નાખે ત્યાં આંગળી દાઝે છે. તેથી તે ખૂબજ ખિન્ન થયો. એક વખત ત્યાં કેવલી ભગવંત પધાર્યા. દેવતાઓએ સુવર્ણ કમલ રચ્યું. નગરજનો વંદન માટે ગયા. “ત્રણ કાલને જાણનારા કેવલી પધાર્યા છે.'' એવી વાત નગરમાં પ્રસરી તે સાંભળી સંકાશ પણ વાંદવા ગયો. કેવલી ભગવંતે દેશના આપી ! અસાર સંસારમાં ભમતાં જીવોનું જે અન્યભવમાં ઉપાર્જન કરેલું કર્મ છે. તેને કોઈ નાશ કરી શકતું નથી. જગતમાં જીવોને જે મહાભયંકર દુ:ખ પ્રાપ્ત થાય છે. તે સર્વ અન્ય ભવમાં ઉપાર્જન કરેલાં પાપકર્મનું ફળ છે. આ અરસામાં પ્રસ્તાવ (અવસર) જાણી સંકાશે પૂછ્યુ - હે ભગવન્! જો આ પ્રમાણે છે તો મેં અન્યભવમાં શું પાપ કર્મ કરેલું કે જેનો આવો દારુણ વિપાક હું ભોગવું છું. ત્યારે કેવલી ભગવંતે વિસ્તાર પૂર્વક દેવદ્રવ્યના ભક્ષણથી થયેલી ભારે દુ:ખવાળી પૂર્વભવની પરંપરા કહી. તે સાંભળી સંવેગ પામેલો સંકાશ આત્માને નિંદવા લાગ્યો. હા હા ! હું અનાર્ય, પાપિણ, લજ્જા વગરનો, અકૃતાર્થ (કોઈ પણ જાતની સફળતાંની પ્રાપ્તિ વગરનો), નિર્મી, મર્યાદા વગરનો, પુરુષાધમ અન્ય છું. જે કારણે મેં મનુષ્ય જન્મમાં કુલ, શીલ, નિજ ધર્મ પ્રાપ્ત કરીને, સિદ્ધાંતને જાણીને, પણ લોભ વશ થઈ મૂઢમને દેવદ્રવ્ય ભોગવ્યું; જે આવા દુઃખ આપનારું થયું. તેથી ભગવન્ ! મને કોઈ ઉપાય બતાવો જેનાથી વિચારતા પણ ભય ઉપજાવે એવા તે કર્મને સર્વથા ક્ષય કરી દઉં. ભગવાન બોલ્યા - ચૈત્યદ્રવ્યની વૃદ્ધિ કર ! તેથી તેણે અભિગ્રહ લીધો
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy