SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ૧૨૩ ત્યાં શકાવતાર નામે જિનાલય છે. તે પવનનાં કારણે ઉંચા શિખરે ફરકતી ધજાવાળું, સેંકડો સુંદર આકૃતિઓથી ભરપૂર, શરદઋતુના વાદળાં જેવું સ્વચ્છ છે. તેનાં વહીવટમાં ઘણું દ્રવ્ય જમાં રહેલું છે. જાણે કૈલોક્યની લક્ષ્મીની શોભાના સમુદાયનાં સારભૂત પદાર્થથી ઘડેલું એવું જિનભવન છે. તેમાં તે સંકાશ શ્રાવક દરરોજ પ્રભુભક્તિ કરે છે. વ્યાજ વિ.થી દ્રવ્યની વૃદ્ધિ કરે છે. નાનું પણ જાતે જ કરે છે. આ વિશ્વાસુ માણસ છે. એમ સમજી કોઈપણ તેને દ્રવ્યાદિ બાબતમાં પૂછપરછ કરતું નથી. એમ કેટલોક સમય વીતતાં અશુભ કર્મને વશ થઈ સંકાશે દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું. પ્રમાદ અને વિષયગૃદ્ધિનાં કારણે પશ્ચાતાપ પણ ન થયો. અને આલોચના, નિંદા, ગહ પણ ન કરી. (પ્રાયશ્ચિત્ત લઈને આદર્યું નહિં.) પ્રતિકારનાં અભાવે તેનાં નિમિત્તે તેણે ઘણું અશુભકર્મ બાંધ્યું. આયુષ્યની દોરી તૂટતાં તે કર્મનાં લીધે ચારે ગતિમાં ભટક્યો, હંમેશને માટે અંધારાથી આવરાયેલ, ચરબી, મજા, માંસ, પરું થી કાદવવાળા (ખરડાયેલ); મૃત માણસનાં કોહવાઈ ગયેલાં કલેવર સરખી ગંધવાળા; જાણે મનુષ્યના પુણ્યસમૂહનો ઘાત કરાતો હોય તેવાં કરુણા શબ્દથી વ્યાસ, કોઠાના વૃક્ષ જેવાં સ્પર્શવાળા તથા અનિષ્ટ રૂપ રસવાળા, નરકાવાસમાં તીણ છરી ભાલાથી છેદાતો ને ભેદતો, કુંભીઓમાં પકાતો, શૂળી ઉપર પરોવાતો, આગથી ધગધગતી લોઢાની સળી સાથે સ્પર્શ કરાવાતો, ધોબી જેમ વસ્ત્રોને શિલા ઉપર પટકે તેમ તેનાં અંગે અંગ શિલા ઉપર પછડાઈ રહ્યા છે. તપેલી રેતીના માર્ગ ઉપર જ્વાલાથી વ્યાપ્ત લોઢાનાં રથમાં જોતરાતો; વળી તરસ્યાં થતાં શીશું તાંબુ અને લોઢાના રસોને બળજબરીએ પરમાધામીઓ તેને પીવડાવે છે. તે કરવત તથા તે યંત્ર વિ.થી જુના લાકડાની જેમ કપાય છે. પાડાની જેમ આગમાં નંખાય છે. વૈતરણી નદી, અસિપત્રવાળા વનમાં ઘણાં દુ:ખ સંકટ પ્રાપ્ત કરતો એવા તેણે ઘણો કાળ પસાર કર્યો. તિર્થન્ન યોનિમાં વનદાહ વિ.થી બળ્યો; કાન, નાક વિ. ઉપર ચિહ્નો કરાયા. છેદાયો, ભેદાયો, નાકમાં છિદ્ર કરી નાથવામાં આવ્યો. લાકડી, ચાબુક વિ.ના પ્રહાર પડ્યા. ભારવહન કર્યો. ચુંકાણ = નાનો પાતળો ખીલો ઘોબાયો, અકાલે મરણ પામ્યો, ઈન્દ્રિયોનું દમન કરાયું - ખસી કરાઈ, ભુખ્યો તરસ્યો રહ્યો, ઠંડી ગરમી સહન કરી, અને ગાઢ બંધને બંધાયો, ઈત્યાદિ નરક જેવાં ભારે દુખો તેણે સહન કર્યા.
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy