________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૨૭
અવ્યક્ત સામાયિક ના પ્રભાવે ‘અંકુણાલ’ નો પુત્ર થયો. તે કુણાલ કોણ હતો ? તે અંધ કેવી રીતે થયો. તે કહે છે...
આ ભરતક્ષેત્રમાં ગોલ દેશમાં ચણક ગામ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વણ વેદને જાણનારા, શિક્ષા, વ્યાકરણ, કલ્પ, છંદ, નિરુક્તવેદાંગશાસ્ત્ર વિશેષ અને જ્યોતિષમાં વિદ્વાન, મીમાંસાનો જ્ઞાતા, ન્યાયવિસ્તારનો વેત્તા અને પુરાણ વ્યાખ્યાનમાં નિપુણ, ધર્મશાસ્ત્રનાં વિચારમાં ચતુર ચણી નામે બ્રાહ્મણ છે. જે મહાશ્રાવક છે. તેનાં ઘેર શ્રુતસાગર નામનાં સૂરીભગવંત રહ્યા. તેની પત્ની સાવિત્રીએ દાઢાવાળાપુત્ર ને જન્મ આપ્યો હતો. તેનું બાર દિવસ થતા ચાણક્ય એવું નામ પાડ્યુ. તે પુત્રને સૂરીશ્વરનાં ચરણસ્પર્શ કરાવ્યા અને દાઢાની વાત કરી. આચાર્યે કહ્યું ‘“આ રાજા થશે.'' બ્રાહ્મણે ઘેર જઈ વિચાર્યું આ તો મોટુ કષ્ટ આવ્યું કે મારો પુત્ર થઈને પણ અનેક અનર્થ તથા મહાઆરંભ વિ. પાપસ્થાનના કારણભૂત એવાં રાજ્યને કરશે. તેથી આવું કરું કે જેથી આ રાજ્યને ન કરે ! તેથી તે પુત્રની દાઢાને શિલાથી ઘસી નાંખી અને ગુરુને તે બીના કહી.
ગુરુએ કહ્યું તેં ખરાબ કર્યુ. અન્યભવનાં કર્મથી ઉપાર્જિત જે સુખ કે દુઃખ આ જીવલોકમાં જે જીવને પ્રાપ્ત કરવાનું હોય તે નાશ કરવા કોઈ શક્તિમાન નથી. જે કર્મ, જેણે, જ્યારે, જે રૂપે, બાંધ્યુ હોય તે કર્મ તેણે ત્યારે તે રીતે ભોગવવાનું હોય છે. એમાં કોઈ સંશય નથી.
કુલપર્વતને ભેદી નાંખે એવાં વેગવાળા તરંગોથી સામે આવતો સમુદ્ર અટકાવી શકાય પણ અન્ય જન્મમાં પેદા કરેલા શુભાશુભ દિવ્ય પરિણામ કોઈ ફેરવી ન શકે, તેથી આ બાળક પડંતરિએણ-પદની પાછળ રહી રાજા જેવું કામ કરનાર અવશ્ય થશે. (એટલે પ્રગટ રીતે રાજા નહિં બને પણ સર્વ સત્તા તેનાં હાથમાં હશે.) તે ચાણક્ય અનુક્રમે યૌવનવય પ્રાપ્ત કરી ચૌદ વિદ્યાનો પારગામી થયો. સમાનકુલ શીલવાળી સ્ત્રી સાથે લગ્ન લેવાયાં. પિતા મૃત્યુ પામ્યા. શ્રાવક હોવાના લીધે અલ્પધન સામગ્રીમાં સંતોષી મનવાળો હતો. એ પ્રમાણે કાલ જતાં એક વખત પત્ની ભાઈનાં લગ્નમાં/પ્રસંગે પિયરે ગઈ. પૈસાદાર ને ત્યાં પરણાવેલી તેણીની અન્ય બહેનો પણ આવી. તેઓને બધા પ્રેમ
આદરભાવ કરવા લાગ્યા.
કોઈ તેમનાં પગ ધોવે છે. કોઈ સુગંધીતેલથી માલિશ કરે છે. વિવિધ પ્રકારની (ઉર્તન) સુગંધી વસ્તુથી મેલદૂર કરે છે. કોઈ નવરાવે છે. કોઈ