SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ | વળી વસ્ત્ર, ઘરેણાં વિ. આપે છે. ભોજન શયનમાં પણ કુટુંબીજનો પ્રયત્નથી ગૌરવ આપે છે. અને બધા આદરભાવથી એમની જોડે બોલે છે. ચાણક્યની પત્ની તો નિધન હોવાથી વચનમાત્રથી પણ કોઈ ગૌરવ આપતું નથી. તેમજ તેનું કોઈ કામ કરતું નથી. એકલી જ એક ખૂણામાં બેસી રહે છે. વિવાહ પૂરો થતાં વિદાય આપવાં અન્ય બહેનોને તો વિશિષ્ટ જાતિનાં વસ્ત્ર, આભરણો આપી આદર સત્કાર કર્યો, પણ પેલીને (ચાણક્યની પત્નીને) તો સામાન્ય થોડા વસ્ત્રો આપ્યા. તેણીને મનમાં લાગ્યું કે દારિદ્રયને ધિક્કાર હો. જેને લીધે મા-બાપ પણ આવો તિરસ્કાર કરે છે. આર્ત-દુર્વાર પીડા ને વશ થયેલી મહાચિંતા સાગરમાં ડૂબેલી સાસરે ગઈ. ચાણકયે જોયું અરે ! આ તો પિયરથી આવી છતાં ખિન્ન મનવાળી દેખાય છે. એને ખેદનું કારણ પૂછયું પણ તે કાંઈ બોલી નહિં, આગ્રહથી પૂછતા તે બોલી કે હું દરિદ્ર એવાં તમારે પનારે પડી છું. જેથી મા-બાપે પણ તિરસ્કાર કર્યો. તેથી મને અવૃતિ ખેદ થયો. ત્યારે ચાણક્ય વિચાર્યું આ વાત તો સાચી છે. કારણ અર્થ-ધનજ ગૌરવને યોગ્ય છે. ગુણો નહિ. કહ્યું છે કે..“ઉત્તમજાતિ ધરતીમાં જાઓ, ગુણસમૂહ તેનાંથી પણ નીચે ઉતરો, શીલ સદાચાર પર્વતથી પડો. અભિજનો-સ્વજનો (કુલ) અગ્નિથી બળી જાઓ, શૌર્ય રૂપ વૈરી ઉપર વજઘાત થાઓ, અમને તો માત્ર પૈસા મળી જાય તો બસ છે. કારણ કે તેના એકના વગર આ સર્વે ગુણો તણખલા તુલ્ય છે.” તથા. ધનથી નીચકુલવાળો, ઉચ્ચકુલવાળો થઈ જાય છે. ધનથી જ માણસો પાપથી નિસ્તાર પામી જાય છે. (ગુનો કર્યા પછી પૈસા ખવડાવી જેલ વિ. થી બચી જવાય છે.) ધનથી અધિક લોકમાં કશું જ નથી માટે ધનને ઉપાર્જિત કરો, જ્ઞાન અને ગુણથી ભરપૂર પણ ધનવગરનો માણસ પૂજા પામતો નથી. વળી ધનવાન નીચ (ખરાબ આદતોવાળો ઈત્યાદિ) પણ લોકમાં ગૌરવને મેળવે છે. નિર્ધન માણસના કુલ, શીલ, શૌર્ય, સુંદરતા, બોલવાની કુશળતા, મીઠા વચનો, આ સર્વે નકામાં નીવડે છે. ધનવાનનું કડવું વચન પાગ અમૃતની જેમ ગ્રહણ કરાય છે. જ્યારે નિધનનું કલાકલાપવાળું વચન પણ સ્વીકારાતું નથી. જેની પાસે ધન હોય, લોકો પણ તેનાં થાય છે. ધનવાનનાં ઘણાં ભાઈઓ બની જતાં હોય છે. (તેમની સાથે ઘણા માણસો સ્વજન જેવાં વ્યવહાર કરવા લાગે છે.) ત્યારે નિર્ધન માણસ દાસ સમાન બને છે. સમસ્ત ભુવનમાં સમર્થ સંસાર છોડેલા એવાં મુનિનાથની જેમ આ અર્થ ને વિદ્વાન માણસો પૂજે છે.
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy