SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ શુદ્ધિ ભાવાનુવાદ વ્યાકુલ થવું. સાધુ શ્રાવકનું સુખ મોક્ષ અને દુઃખ સંસાર. આ સર્વ બાબતનો બુદ્ધિશાળી પુરુષો આગમથી નિશ્ચય કરે છે. ૪૧૫ ૧૫૪ શ્રદ્ધા સંવેગને પામેલાં, દુઃખોથી ભયભીત બનેલાં પ્રાણીઓ આગમમાં જણાવેલ ઉપાયોને આચરી ઉપેય એવા પરમપદને પામે છે. જરા તેથી આ આગમ દુઃખથી બળેલાં પ્રાણિઓને શરણરૂપ છે. આ માત્ર શરણરૂપ છે. એટલું જ નહિં પણ આલમ્બન રૂપે પણ છે. તે માટે ઉત્તરાર્થ કહે છે.... भवकूवे पडंताणं एसो आलंबणं परं ||४३|| સંસાર કુવામાં ડુબતાં પ્રાણિઓને બહાર નિકળવા માટે આગમ દોરડા સમાન છે. एसो णाहो अणाहाणं सव्वभूयाण भावओ । भावबंधू इमो चैव सव्वसोक्खाण कारणं ॥ ४४ ॥ અનાથ એવા સર્વ જીવોને આ આગમ પરમાર્થથી નાથ છે જેમ માલિક આશ્રિતનું રક્ષણ કરે છે. તેમ આગમ અહિંસાનું પ્રતિપાદન કરનાર વાક્યનાં આદેશથી/ઉપદેશથી સર્વ જીવોનું રક્ષણ કરે છે. અને સર્વ સુખોનું કારણ હોવાથી આ જ પરમાર્થથી ભાઈ છે. જેમ કહ્યું છે કે.. જેમ ભાઈ સારી શિક્ષા આપવા દ્વારા સુખનું કારણ બને છે તેમ આગમ જ્ઞાનાદિ આપવા દ્વારા શિવસુખનું કારણ બને છે.૪૪૫ આગમ દીવડા સમાન છે; તે ગાથાથી બતાવે છે. अंधयारे दुरुत्तारे धोरे संसारचाए । एसो चेव महादीवो लोया - ऽलायावलोयणो ॥ ४५ ॥ અંધકારમય, દુઃખે નિકલી શકાય એવાં ભયંકર સંસારરૂપી કારાવાસમાં મોટા દીવડા ની જેમ આ આગમ સર્વ પદાર્થને પ્રકાશિત કરનાર છે. ૪૫ આગમ આંખ છે તેના માટે ગાથા કહે છે.
SR No.022222
Book TitleMulshuddhi Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year1995
Total Pages306
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy