________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૫૫
जेणं सग्गा-ऽपवग्गाणं भग्गं दाएइ देहिणं । चक्खुभूओ इमो तेणं सव्वेसिं भव्यपाणिणं ॥४६
પ્રાણીઓને સ્વર્ગ મોક્ષનો માર્ગ (જ્ઞાન દર્શનાદિ ચારિત્ર રૂ૫) દેખાડે છે. માટે આ આગમ સર્વ ભવ્ય પ્રાણીઓ માટે ચક્ષુ સમાન છે.૪૬
- આગમ માબાપ છે તે જણાવે છે. आगमो चेव जीवाणं जणणी णेहणिभरा । जोग-खेमंकरो निजं आगमो जणगो तहा ॥४७॥
આગમ જીવોની સ્નેહ સભર નયનોવાળી માતા છે; તથા સદા યોગક્ષેમ કરનાર હોવાથી પિતા છે. જેમ માતા પુત્રનું પાલન પોષણ પરિવર્ધન કરે છે. તેમ જિનેશ્વરે ભાખેલો સિદ્ધાંત પણ જીવોનું પાલનાદિ કરતો હોવાથી માતા છે. પૂર્વ પ્રાપ્ત ગુણોનું રક્ષણ કરવાથી, અપૂર્વ ગુણોને પ્રાપ્ત કરાવવાથી જીવોનો આગમ પિતા સમાન યોગક્ષેમકારી છે. ૪શા
- સાર્થવાહની ઉપમાં દર્શાવે છે.
રા-દોસ-સાઠુકસાવયર્સ | एसो संसारकंतारे सत्याहो भग्गदेसओ ॥४८॥
- રાગ, દ્વેષ, કષાય વિ. દુષ્ટ જંગલી પશુઓથી ભરપૂર આ સંસાર વનમાં સાર્થવાહ ની જેમ માર્ગ દેખાડનાર છે.
માર્ગનાં ગુણોને જાણનાર સાર્થવાહ જંગલી પ્રાણીઓથી વ્યાપ્ત જંગલમાં સાર્થના પ્રવાસીઓને નિરુપદ્રવમાર્ગ બતાવે છે. તેમ અનેક આપત્તિઓથી ભરપૂર સંસાર વનમાં જ્ઞાનાદિ સ્વરૂપ નિરુપદ્રવ માર્ગને જૈનાગમ દેખાડે છે. ૪૮.
सारीर-माणसाणेयदुक्ख-कुग्गाहसागरे । बुडुंताणं इमो झत्ति हत्थालंबं पयच्छइ ॥४९॥
શારીરિક, માનસિક દુઃખ અને ખોટી પક્કડ સ્વરૂપ સમુદ્રમાં ડુબતાં પ્રાણીઓને હાથના આલમ્બન રૂપ સમકિતાદિ આપે છે.