________________
૧૫૬
નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ | જેમ સાગરમાં ડુબતાં પ્રાણીઓને કોઈક હાથનું આલમ્બન આપીને બચાવી લે છે. તેમ દુઃખસાગરમાં ડૂબતાં પ્રાણીને જૈનાગમ સમકિત વગેરેના દાન દ્વારા ઉદ્ધરી લે છે. ૪૯
महाविज्जासहस्साणं महामंताणमागमो । भूइट्ठाणं सुदिट्ठाणं एसो कोसो सुहावहो ॥५०॥
આગમ હજારો મહાવિદ્યા તથા પ્રભાવશાળી પુરુષોથી અધિષ્ઠિત પ્રભાવશાળી મંત્રોનો સુખકારી ભંડાર છે.
વિદ્યા દેવીઅધિષ્ઠિત હોય છે અને સાધનાથી સિદ્ધ થાય છે. મંત્ર દેવ અધિષ્ઠિત હોય છે અને સાધના વિના સિદ્ધ થાય. (આવશ્યક નિર્યુક્તિમાં પણ આમ જ કહ્યું છે.) કોઈને શંકા થાય કે અન્યદર્શનનાં શાસ્ત્રોમાં પાગ મહાવિદ્યા વિ. દેખાય છે. તો પછી આ જૈનાગમ જ મહાવિદ્યા ભંડાર કેવી રીતે થયો ?
તમે હકીકતથી અજ્ઞાન છો કારણ તે આગમ તથા વિદ્યાઓ આ આગમ માંથી નીકળેલા છે.
શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીએ કહ્યું છે કે - પરશાસ્ત્રમાં જે કાંઈ સુભાષિતો જાણવા મળે છે. તે પૂર્વરૂપી મહાસમુદ્રમાંથી નીકળેલાં જિનવાક્ય રૂપ બિંદુઓ જ છે. આની અમને પાકી ખાત્રી છે. પવા
चिंताईयं फलं देइ एसो चिंतामणी परो । मण्णे तं नत्थि जं नत्थि इत्य तित्थंकरागमे ॥५१॥
કલ્પનાથી અધિક ફળ આપનાર હોવાથી આ શ્રેષ્ઠ ચિંતામણી છે. હું તો માનું છું કે જે પદાર્થ આ જૈનાગમ માં નથી તે આ જગતમાં ક્યાંય છે જ નહિ. પલા
आगमं आयरंतेण अत्तणो हियकंखिणा । तित्थणाहो गुरु धम्मो ते सब्बे बहुमण्णिया ॥५२॥
આત્મહિતની ઝંખનાવાળો આગમનો આદર કરે તો સાથોસાથ તીર્થંકર સુગુરું ધર્મ તે સર્વનું બહુમાન થઈ જાય છે. પરા.