________________
૧૩
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પૂર્વે ક્યાં જોયુ હશે? એમ વિચારતા ઈહા-અપોહની વિચારણા કરતા મૂર્છાથી પૃથ્વીપીઠ ઉપર પડ્યો. જાતે જ આશ્વાસન પામી કુમાર બેઠો થયો. ક્ષણ પછી જાતિ-સ્મરણ થયું અને વિચારવાનો આરંભ કર્યો.
તે આ પ્રમાણે... હું અહીંથી ત્રીજા ભવે મગધજનપદમાં વસંતપુર ગામમાં સામાયિક નામે (ગૃહસ્થ) ખેડૂત હતો. બધુમતી મારી ભાર્યા હતી. એક વખત સુસ્થિત આચાર્ય પાસે ધર્મ સાંભળી સંસારથી ઉદ્િવગ્ન થયેલાએ ભાર્યા સાથે દીક્ષા લીધી. બન્ને પ્રકારની ગ્રહણ કરેલી શિક્ષાવાળો સંવિગ્ન સાધુઓ સાથે વિચરતો એક નગરમાં આવ્યો.
તે બંધુમતી સાધ્વી પણ સાધ્વીઓ સાથે વિચરતી તેજ નગરમાં આવી. દેખીને પૂર્વરતિ યાદ આવવાથી તેની પ્રતિ મારો રાગ થયો. અને બીજા સાધુને કીધું. તેણે પ્રવર્તીનીને કહ્યું. તેણીએ પણ બંધુમતિને કહ્યું ત્યારે બંધુમતિએ પણ કહ્યું.
અહો ! કર્મ પરિણતિ વિચિત્ર છે. જેથી આ ગીતાર્થ પણ આવું વિચારે છે. તેથી હે ભગવતી ! હું અન્ય ઠેકાણે જઈશ તો પણ આ સામાયિકમુનિ અનુરાગને મુકશે નહિં તેથી અત્યારે મારે અનશન જ યુક્ત છે.
જેથી કહ્યું છે. પ્રજવલિત અગ્નિમાં હોમાઈ જવું સારું પણ લાંબા સમયથી પાળેલું વ્રત ભાંગવું સારું નહિં. સુવિશુદ્ધ કર્મ કરતાં મરવું સારું પણ શીલથી ભ્રષ્ટ થયેલાનું જીવિત સારું નહિ.
એમ સમર્થન કરી, ભક્ત પ્રત્યાખ્યાન કરી, ગળે ફાંસો બાંધી મરી. તે સર્વ સાંભળીને પરમ સંવેગ પામેલા મારા વડે = (આર્દ્રકુમારનાં જીવ સામાયિક મુનિ વડે) વિચારાયું કે જેમ મહાભાગ્યશાળી તેણીએ વ્રત ભંગના ભયથી એ પ્રમાણે આચર્યું. વળી મારો તો વ્રત ભંગ થયેલો જ છે. તેથી હું પણ ભક્તપ્રત્યાખ્યાન કરું. એમ વિચારી ગુરુને કહ્યા વિના ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. મરીને દેવલોકમાં ગયો. ત્યાંથી અહીં ઉત્પન્ન થયો છું. અહા ! સુગુરુ સામગ્રી અને સર્વવિરતિ મેળવવા છતાં કાંઈક માનસિક રાગનો અનુબંધ કરવાથી અનાર્ય થયો છું. અનાર્યપણામાં પણ જેના વડે હું પ્રતિબોધ પમાડાયો તેજ મારા ગૌરવ સ્થાને વર્તે છે. તથા તેજ અભયકુમાર મારા ગુર” બાંધવ પંડિત અને પિતા છે. જેણે પોતાની બુદ્ધિથી નરકે પડતા એવા મારો ઉદ્ધાર કર્યો છે. (૧૫) જો તે મહાનુભાવ સાથે મારે મૈત્રી ન થઈ હોત તો ધર્મકલાથી વિકલ એવો હું સાચે જ સંસારમાં ભમત.