________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
‘‘તો પછી અત્યારે ઘણો સંતાપ કરવા વડે શું ? તેન્દ્ર આર્યદેશમાં જઈ સર્વ દુઃખથી મુકાવામાં સમર્થ પ્રવ્રજ્ઞાને સ્વીકારું'' એમ વિચારી ઉભો થયો. ફૂલ વિ. પૂજાના ઉપકરણો પુરુષો પાસે મંગાવ્યા. અને પ્રતિમાને પૂજી રાજા પાસે ગયો. અને રાજાને કહ્યું કે તાત ! ‘“મારે અભયકુમાર સાથે પ્રીતિ થઈ છે તેથી જો પિતાજી આપને સારું લાગતું હોય તો ત્યાં જઈ પરસ્પર દર્શન થી પ્રીતિ કરીને આવું.'' રાજાએ કહ્યું આપણે એવી જ પ્રીતિ છે તેથી સર્વથા તારે જવાની જરૂર નથી. જવાની છૂટ ના મળવાનાં કારણે આર્દ્રકુમારને યથોચિત ઉપભોગાદિક ન કરતો જોઈ રાજાને લાગ્યું કે નક્કી આ કહ્યા વિના જતો રહેશે; એટલે પાંચસો સામંત અંગરક્ષક રૂપે રાજાએ આપ્યા, એકાંતમાં તેઓને કહ્યું કે જો કુમાર જતો રહેશે તો એની જવાબદારી તમારાં ઉપર આવશે.’’ ‘‘જેવો આદેશ'' એમ કહી કુમાર પાછળ લાગ્યા. તેઓને ઠગીને હું જઈશ. એમ કુમારે વિચારી એક દિવસ તેઓને કહ્યુ. ભો ! આપણે ઘોડા દોડાવા જઈએ. “જેમ કુમાર આદેશ કરે તેમ’'એમ કહેતા તેઓએ પણ ધુડશાળામાંથી જાતિમાન ઘોડાઓ કઢાવ્યા ને મેદાનમાં ગયા. અને ઘોડા દોડાવ્યા; તે દિવસે કુમાર થોડા ભૂમિ ભાગસુધી જ ગયો. પછી દિવસે દિવસે અધિક અધિક જતાં દર્શન ન થાય ત્યાં સુધી જવા લાગ્યો. ત્યાર પછી થોડી વારમાં પાછો ફરતો. એ પ્રમાણે ક્યારેક છેક મધ્યાહ્ને આવવા લાગ્યો. તેઓ પણ છાયામાં રહેલા પ્રતીક્ષા કરે. એમ વિશ્વાસ પમાડીને એક વખત સમુદ્ર કાંઠે વિશ્વાસુ માણસો પાસે શ્રેષ્ઠ યાનપાત્રને રત્નોથી ભરાવી અને પ્રતિમાને સંક્રમિત કરી તેમાં ચઢી આર્યદેશમાં આવ્યો. અભયને પ્રતિમા મોલી જિમંદિરમાં મહિમા કરાવ્યો. સાથે આવેલાં વિશ્વાસુ માણસોને અને દીન અનાથોને રત્નો આપી. પાત્ર વિ. ગ્રહણ કરી લોચ કરી જ્યાં સર્વવિરતિ સામાયિક ઉચ્ચરે છે. ત્યાં તો આકાશસ્થિત દેવતાઓએ કહ્યું કે ‘મહાસત્વશાલી તું સર્વવિરતિને ન સ્વીકાર; હજી તારે ભોગાવલી કર્મ બાકી છે. તે ભોગવ્યા પછી દીક્ષા લેજે. ત્યાર પછી વીરરસની પ્રધાનતાથી કર્મ મને શું કરશે ? એમ વિચારી સર્વવિરતિ ગ્રહણ કરી વિચરવા લાગ્યો. અનુક્રમે વસંતપુર નગરમાં આવ્યો ત્યાં બહાર દેવકુળમાં કાઉસગ્ગધ્યાનમાં રહ્યો.
૧૪
આ બાજુ તેની પૂર્વભવની સ્ત્રી બંધુમતિ દેવલોકથી ચ્યવી તેજ નગરમાં ઇભ્યકુલમાં પ્રધાન શ્રેષ્ઠી દેવદત્તની ધનવતી ભાર્યાના વિષે શ્રીમતી નામે પુત્રી થઈ. અને નગરની છોકરીઓ સાથે તેજ દેવકુલમાં તે ‘પતિવરવા’ની રમત રમતી હતી. તેઓએ કહ્યું કે હે ! સખીઓ ! ‘વરને વરો’ તેથી અન્ય છોકરીઓએ