________________
૧૭૪
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ખખડાવીને અને ડરાવીને કહેજો.”
એ પ્રમાણે કહીને નીકળી ગયા. સતત સુખપૂર્વક વિહાર કરી ત્યાં પહોંચ્યા નિસીહી કહી અંદર પ્રવેશ્યા. કોઈક સ્થવિર લાગે છે. એમ માની અવજ્ઞા થી “પૂર્વ નહિં દેખેલાં સાધુને દેખી ઉભા થવું જોઈએ. પૂર્વે જોયેલાં હોય તો જેને જે યોગ્ય હોય તેમ વર્તવું (એટલે પોતે મોટો હોય તો ઉભો ન થાય અને પોતે નાનો હોય તો ઉભો થાય) આવો સિદ્ધાન્તનો આચાર ભૂલી સાગરચંદ્રસૂરિ ઉભા થયાં નહિ !
વ્યાખ્યાન પુરુ થતાં જ્ઞાન પરિષદને સહન ન કરવાથી સાગરચંદ્રસૂરિએ પુછયું “અરે આર્ય! મે વ્યાખ્યાન કેવું આપ્યું ? “કાલકસૂરિએ કહ્યું - સારું આપ્યું.''સાગરચંદ્રે કહ્યું તું કાંઈક પૂછે, જો એમ છે તો તમે અનિત્યત્વની વ્યાખ્યા કરો. સાગરચંદ્રસૂરિ કહે કઠીન પ્રરન કરો, કાલકાચાર્ય કઠિન પ્રશ્ન મને આવડતાં નથી. ત્યાર પછી વ્યાખ્યા કરવાનો આરંભ કર્યો. અનિત્ય એ ધર્મ છે તું કેમ આટલું વિચારતો નથી. કાલકાચાર્યે કહ્યું પ્રત્યક્ષ પ્રમાણથી નિર્ણય થાય તે વખાણવા લાયક છે. પ્રત્યક્ષાદિ પ્રમાણથી ધર્મ ગ્રહણ થતો નથી, તેથી તેનાં વિષયની વિચારણા કરવી વ્યર્થ છે. આહા ! દાદા ગુરુનું અનુસરણ કરનારો આ તમારો કેવો વેશ છે. આહ ! અરે ! કો વા એસઆ વૃદ્ધ કોણ છે ? એમ માનતાં સાગરચંદ્રે કહ્યું કે તમે “નાસ્તિધર્મ” બોલ્યા તેમાં પ્રતિજ્ઞા અને પદનો વિરોધ પ્રગટ દેખાય છે. આહ ! અરે ! નથી તો ધર્મ કેવી રીતે ? અને ધર્મ છે તો નથી કેવી રીતે ? બીજાઓએ ધર્મ માનેલો છે તેનાં આધારે કહેતા હો તો શું આપને પૂછીએ છીએ કે બીજાએ માનેલું પ્રમાણ છે કે અપ્રમાણ? જે પ્રમાણ માનો તો પાછો તેજ દોષ. પ્રત્યક્ષાદિ પ્રમાણનો વિષય નથીબનતો એ પણ બરાબર નથી કારણ કે કાર્ય દ્વારા ધર્મ અધર્મનું પ્રત્યક્ષ થાય છે. કહ્યું છે કે – ધર્મથી સારાકુલમાં જન્મ, તંદુરસ્ત શરીર, સૌભાગ્ય, દીર્ધાયુ, ધન, યશ વિદ્યા, અર્થ, ઉત્તમ સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે.
. વનવગડામાં અને મહાભયમાં ધર્મ રખેવાળી કરે છે. ધર્મની સારી રીતે ઉપાસના કરવાથી સ્વર્ગ ને મોક્ષસુખ પ્રાપ્ત થાય છે.
બીજું વિદ્યાધરને ઝાંખા પાડનાર, કામદેવ સરખા રૂપ વાળો, કેટલાક હોય છે. જ્યારે બીજા કેટલા પુરુષો શિયાળ જેવા બેડોલ હોય છે. બીજા કેટલાક સર્વ શાસ્ત્રને જાણનાર, બૃહસ્પતિ જેવા હોય છે. કેટલાક અજ્ઞાન અંધકારથી છવાયેલાં આંધળાની જેમ (ભટકે) વિચરે છે. કેટલાક ત્રણ વર્ગનાં