________________
૧૭૩
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ તે દિવસે શુદ્ધ ભક્તિપાનથી સાધુઓને વહોરાવજો.
આગમમાં પણ કહ્યું છે કે
વિહારથી થાકેલ, ગ્લાન, આગમ ભણનારો લોચ કરાવનારને તથા ઉપવાસાદિના ઉત્તર પારણે આપેલું દાન ઘણાં ફળવાળું થાય છે.
પર્યુષણનો બીજ ત્રીજ ચોથનો અઠ્ઠમ કરવાનો હોવાથી એકમનું ઉત્તર પારણું હોય છે. તે જોઈ તે દિવસે લોકો પણ સાધુઓની પૂજા કરવા લાગ્યા. ત્યારથી મહારાષ્ટ્ર દેશમાં ‘શ્રમણપૂજાલક' નામનો પર્વ પ્રવર્યો, એમ કારણસર કાલભાચાર્યે ચોથની પર્યુષણા (સંવત્સરી) પ્રવર્તાવી અને સમસ્ત સંધે તેને વધાવી લીધી. તથા કહ્યું છે કે - ચૈત્ય, યતિ સાધુનાં વાસ નિમિત્તે શાતવાહન રાજાને ઉદ્દેશીને કાલકાચાર્યું કારણિક ચોથ પ્રવર્તાવી !
તેનાં લીધે પાક્ષિક પ્રતિક્રમણ પણ ચૌદસનું થયું નહિતર આગમમાં પૂર્ણિમાનું પાક્ષિક પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. આવાં ગુણધારી સૂરીનાંપણ શિણો સમય જતાં દુર્વિનીત બન્યા. તેમને સૂરિ સમજાવવા લાગ્યા પણ માનતા નથી ફરી કહ્યું રે મહાનુભાવો ! ઉત્તમકુલવાળાં મહાપુરુષો ઈંદ્ર અહંઈ વિ. ને પણ દુર્લભ શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરી અવિનયથી ગુરુ આજ્ઞા ઓળંગી નકામું ન બનાવો.
આગમમાં કહ્યું છે કે - છઠ, અઠમ, ચાર, પાંચ, પંદર, ત્રીસ ઉપવાસ કરવા છતાં ગુરુ વચન ન માને તો તે અનંત સંસારી થાય. જંગલમાં દુષ્કર તપ કરવા છતાં ગુરુ આજ્ઞાના ભંગથી કુલવાલક સાધુ નરકમાં ગયો.
આતાપના સાથે તપ કરવા છતાં ગુરુ આજ્ઞા ઓળંગવાથી દ્રૌપદી પૂર્વભવમાં-સુકુમાલિકાનાં ભાવમાં મોક્ષ ન પામી. આમ સમજાવા છતાં તેમણે ગુરુની વાત કાને ન ધરી. સેવા પણ કરતાં નથી. અને ઉલટ સુલટ ગુરુની સામે બોલવા લાગ્યા. અને પોતાની ઈચ્છા પ્રમાણે તપ અને સમાચાર આચરવા લાગ્યા.
ત્યારે સૂરિએ વિચાર્યું મારાં શિષ્યો ગળીયા બળદ (ગધેડા) જેવાં છે. પોતાની મરજી પ્રમાણે જતો આવતો તથા વર્તન કરતો જે શિષ્ય હોય તેને સ્વેચ્છાથી છોડી દેવો જોઈએ. તેથી હું પણ આ દુર્વિનીત શિષ્યોને છોડી દઉં. બીજા દિવસે શિષ્યો ઉંઘતા હતાં ત્યારે શાતરને હકીકત જણાવી કે હું મારા પ્રશિષ્ય સાગરચંદ્રસૂરિ પાસે જઉં છું. “જો કોઈક રીતે વ્યવસ્થિત થયેલાં (આદર યુક્ત બનેલાં) આગ્રહ કરીને પૂછે તો ઘણાં કઠોર શબ્દોથી