________________
૧૭૨
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આપને મારા પ્રણામ ! એમ રાજાએ સ્તુતિ કરી. આચાર્ય ભગવંતે પણ રાજાને ધર્મલાભ આપતાં કહ્યું કે
કલિકાલની કાલિમાંના ઘેરા (ગાઢ) પડને ધોવા માટે અનુપમ પાણીનાં ધોધ સમો. સઘળાય દુઃખોના પર્વત સમૂહને પીસી નાંખવા સારુ ઈન્દ્રનાં વજસમાન. ચિંતામણી, કલ્પવૃક્ષ, કામઘટ, કામધેનુ, વિ. થી અધિક માહાત્મવાળો, ભવસમુદ્ર તરવા માટે જહાજ સમો, સ્વર્ગ અને મોક્ષ માટે અડચણ ભૂત નરક રૂપી અર્ગલને ભાંગવા માટે ઘણાં સરખો તેમજ જિનેન્દ્ર અને ગણધરે ઉચ્ચારેલો એવો ધર્મલાભ હે રાજન! તને હો ! ધામધૂમથી સામૈયું કરી નગર પ્રવેશ કરાવ્યો. બધા જિનાલયો વાંદી સાધુ યોગ્ય વસતિમાં વસ્યા.
દરરોજ શ્રમણ સંઘથી બહુમાન અને શાતવાહન રાજાથી સન્માન પામતાં, વિદ્વાન વર્ગથી સેવાતાં, સર્વજનોથી વંદન કરાતાં, ભવ્ય જીવોને બોધ પમાડવામાં તત્પર બનેલાં આચાર્યશ્રીને પર્યુષણનો સમય આવ્યો.
રાજા વડે આચાર્ય મસા.ને વિનંતિ કરાઈ કે આ મહારાષ્ટ્ર દેશમાં ભાદરવા સુદ પાંચમે ઈન્દ્ર યાત્રા છે; તેથી મારે લોકને અનુસરવું પડે તેનાં લીધે વ્યાકુલતાનાં કારણે જિનપૂજા વિ. થઈ શકે નહિં તેથી કૃપા કરી છઠની પર્યુષણા રાખો.
સૂરી બોલ્યા- “મેરુ ચૂલા ચાલે, સૂરજ પશ્ચિમમાં ઉગે, તો પણ પર્યુષણા પાંચમની રાતને ઓળંગે નહિ”
આગમમાં કહ્યું છે કે - મહાવીર પ્રભુએ વર્ષાકાલનાં એક મહીનાને વીસ દિવસ ગમે છતે પજુસણ કરેલ. તેજ પ્રમાણે ગણધરો પણ, જેમ ગણધરો તેમ તેમનાં શિષ્યો પણ, તેમની જેમ અમારાં ગુરુ પાગ અમારા ગુરૂની જેમ અમે પણ વર્ષાકાલમાં પર્યુષણા કરીએ છીએ પણ તે રાત્રિને ઓળંઘાય નહિ. (કલ્પસૂત્ર) રાજા કહે જો એમ હોય તો ચોથની રાખી શકાય ? સૂરીએ કહ્યું એમાં થાઓ. એમાં કોઈ દોષ નથી.
જેથી આગમમાં કહ્યું છે કે પહેલા પણ પર્યુષણાં કરી શકાય છે. તેથી હર્ષથી ખીલેલાં નાગવાળાં રાજાએ કહ્યું - ભગવન! આપની મોટી મહેરબાની. અમારાં ઉપર મહાઉપકાર કર્યો. મારી રાણીઓનાં પર્વ ઉપવાસનાં પારણો સાધુઓનાં ઉતર વાયામાં થશે. તેથી ઘેર જઈ રાણીઓને કહ્યું કે તમારે અમાવસનો ઉપવાસ થશે. અને પારણ સાધુઓનાં ઉત્તરવાયાગાં થશે. તેથી