________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૨૩૯) વિચારતો ભગવાનને પારણુ કરાવી હું સફળ થઈશ, એમાં કોઈ સંદેહ નથી. જો મારા ઘેર પ્રભુ પધારે તો દુઃખરૂપી તરંગ સમૂહથી વ્યાસ, ઘણી આપત્તિરૂપી જલચર પ્રાણીઓનાં સમૂહવાળા સંસાર સમુદ્રથી હું તરી જઈશ.
આ બાજુ જીરાણ શેઠ વધતી જતી પરિણામની ધારાથી રોમાશિત થઈ રહ્યો છે. ત્યારે પ્રભુએ અભિનવ શ્રેષ્ઠિના ઘેર પ્રવેશ કર્યો. દરેક પ્રાણીને આપેલ દાન આલોકમાંજ ફળવાળું થાય છે. આવી ભાવનાથી શેઠે ભગવાનને પારણું કરાવ્યું. તેજ પળે સુપાત્ર દાનના પ્રભાવે અજોડ પાંચ દિવ્ય પ્રગટ થયા. જીરણ શેઠ દુંદુભિનો અવાજ સાંભળી વિચાર મગ્ન થયો.
ત્યારે વધતા ભાવો અટકી ગયા. ત્યાં પાર્વપ્રભુ તીર્થના કેવલી ભગવંત પધાર્યા. લોકો વાંદવા ગયા. કેવલી ભગવંતે પણ ભવસમુદ્રથી પાર પાડવામાં નાવડી સમાન ધર્મદિશના આરંભી.....
ભો ભવ્યો ! ધર્મ જ શરણ છે. બીજુ બધુ નકામુ છે. સર્વ સાંસારિક સુખ-સામગ્રી, સ્વર્ગ, મોક્ષ બધુ સારી રીતે કરાયેલા ધર્મથી મળે છે. તે ચાર પ્રકારે છે. તે કરો જેનાથી જલ્દી મોક્ષ પામશો.
આ અરસામાં અભિનવ શેઠના પુણ્ય સમૂહથી ચકિત થયેલા લોકોએ અવસર જાણી વિનયથી પૂછયું. આ નગરમાં વધારે પુષ્યવાળું કોણ છે? ભગવાને કહ્યું જીરણ શેઠ વધારે પુષ્યવાળો છે. ભગવન ! તેને તો પારણુ નથી કરાવ્યું અને બીજાના ઘેર તો પાંચ દિવ્ય પ્રગટયા. ભગવાને કહ્યું જો એકક્ષણ માત્ર તેણે પ્રભુનું પારણું થઈ ગયું છે” એવું ન સાંભળ્યું હોત તો ચોક્સ કેવલજ્ઞાન પામત. બીજો ભાવ વગરનો હોવાથી તેને પરલોકનું હિત કાંઈ પ્રાપ્ત નથી થયું. આ સાંભળી નગરજનો જીરણ શેઠ ઉપર બહુમાન ધરતા કેવલીને નમી પોત પોતાના ઘેર ગયા.
અભિનવ શેઠ કથા સમાપ્ત” - હવે બીજા શ્લોકના ભાવાર્થને કહે છે તેના વિષે ધનસાર્થવાદની કથા કહે છે.
“ઘનસાર્થવાદ કથાનક'
જંબુદ્વીપનાં વિદેહક્ષેત્રમાં પવિત્ર પૂર્વ દિશામાં દેવનગર જેવું ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર છે, કુબેર જેવો ગુણનો ભંડાર એવો ધન નામે સાર્થવાહ છે. જે બોત્તેર કલામાં કુશલ છે. એક વખત કુટુંબ માટે જાગરણ કરે છે. ત્યારે