________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
રાત્રિના છેલ્લા પહોરે વિચાર આવ્યો કે જે માણસ ઘરમાંથી નીકળીને જે અનેક આશ્ચર્યથી ભરપૂર એવી પૃથ્વીને જોતો નથી તે કૂપ મંડુક છે. જ્યાં સુધી ધૂતોથી વ્યાપ્ત અનેક ઘટનાથી ભરપૂર એવી પૃથ્વી માણસ વડે પવિત્ર કરાતી નથી ત્યાં સુધી તે માણસને મોજ મજા પાંડિત્ય, વાણીમાં ચતુરાઈ અનેક દેશભાષાનું જ્ઞાન અન્ય પણ સારું પ્રાપ્ત થતુ નથી.
૨૪૦
તેથી પૃથ્વી પીઠ જોવા હું જાઉં અને પોતાના હાથે કમાયેલા ધનથી શ્રેષ્ઠ કીર્તિ ફેલાવું.
સામગ્રી તૈયાર કરાવી ઘોષણા કરાવી કે ‘‘સાર્થવાહ વસંતપુર જાય છે”. જેણે સાથે આવવુ હોય તેને બધી રીતે સંભાળશે. ત્યારે ઘણા માણસો તૈયાર થઈ ગયા. ધર્મઘોષસૂરીએ જવાની ઈચ્છા હોવાથી સ્વરૂપ જાણવા સાધુને મોકલ્યા. સાધુને જોઈ સાર્થવાહે ભક્તિથી/આદરપૂર્વક આવવાનું કારણ પૂછ્યું, ત્યારે સાધુએ બધી વાત કરી સાર્થવાહે ખુશ થઈને કહ્યું. જો સાર્થમાં જવાની ઈચ્છા હોય તો સાર્થના પડાવમાં રહો અને મારી રાહ જુઓ. ત્યારે કોઈક સાર્થવાહને ભેટ દેવા કેરીનો થાલ ભરી ત્યાં આવ્યો. સાર્થવાહ પણ સાધુને આપવા લાગ્યો. ત્યારે સાધુએ કહ્યું કે મહાભાગ ! કંદમૂલ ફલ વિગેરે સચિત્ત હોવાથી અમારે ના ખપે. સંક્ષેપ થી કલ્પ્ય અકલ્પ્ય સમજાવી સાધુ સૂરિ પાસે ગયા. સાધુએ વૃતાંત કહ્યો, ત્યારે ગુણના દરિયા સૂરિભગવંત પાંચસો સાધુઓ સાથે ત્યાં આવ્યા. સર્વ સાથે તૈયાર થતા પ્રસ્થાન કર્યુ. બધા લોકો સુખેથી ચાલે છે. અનુક્રમે એક મોટા ભયંકર જંગલમાં આવ્યા. ત્યાં વૃક્ષઘટાથી તડકો તો સાવ ઢંકાઈ ગયો છે. વળી ભારતકથા જેમ અર્જુન, ભીમ, નકુલથી શોભિત છે. તેમ આ વન અર્જુનવૃક્ષ ભયંકર નોળીયાથી યુક્ત છે જેમ સત્પુરુષની મૂર્તિ સુંદર ચિત્રવાળી હોય છે તેમ સુંદર ચિત્તાવાળું, ખરાબનટનું નાટક ખરાબ નાટ્યશાળાવાળું હોય છે તેમ આ મૃગલાવાળું છે. જેમ જિનાલયની ભૂમિ હરતાં ફરતાં શ્રાવકોવાળી હોય છે તેમ ભમતા ઘણા જંગલી પશુવાળુ. જેમ સાધુનું શરીર સંવરવાળુ હોય છે તેમ સંવર નામના હરણવાળું, સિદ્ધિ જેમ શબ વગરની હોય છે તેમ ભિલ્લુને હિતકારી, મદોન્મત્ત સ્રી જેમ કામવાળી હોય છે તેમ આ વન સારિકાવાલુ છે. શિવની મૂર્તિ જેમ ગંગાવાળી હોય છે તેમ ગેંડાવાળુ, અલ્કાપુરી જેમ ઘણાં વૈભવવાળી હોય તેમ ઘણા પ્રકારના વાયુવાળું, સજ્જન માણસોની પ્રવૃત્તિ જેમ ઘણાં નય વાળી હોય તેમ ઘણાં ઝાડવાળુ, દુર્જન માણસની ચેષ્ટા ઘણી આપત્તિ વાળી હોય તેમ ઘણી નદીવાળુ. દાઢી મૂછને ધારણ કરનાર શરીરવાળી નારી જેમ દાઢીવાળી હોય છે તેમ