________________
૨૩૮
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
તો માત્ર અપ્રમત્તપણે સતત યત્ન કરવાનો છે. જે ભવસમુદ્રને પાર પામતા નથી. તે અધન્ય અધમપુરુષ છે. જે પાર પામે તે ઉત્તમ પુરુષ છે. સાધ્વીઓએ ‘ઈચ્છામોડણુસટ્ટી’ એમ કહ્યું ત્યારે શીલમતિ પ્રવર્તિનીને સોંપી. બન્ને પ્રકારની શિક્ષા લીધી. આયુઃ પર્યંત નિરતિચાર ચારિત્ર પાળ્યું. અનશન વિધિથી મરી બારમાં દેવલોકે દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મોક્ષ પામશે. તેથી આપત્તિ પામેલા ઉપર સુસ્થિત દેવ પ્રસન્ન થયો. અને ગુરુનું સાન્નિધ્ય કરાવ્યું. તે સર્વ દાનનું ફળ છે. દેવાંગનાના રૂપને ઝાંખુ પાડનારી એવી સુંદર કન્યાઓ મળી તે આલોકમાં દાનનું ફળ છે. ચિંતામણી વિ. રત્નો મળ્યા તે આલોકમાં દાનનું ફળ છે. મણિ વિ. વિવિધ દ્રવ્યોનો રાશિ તે આલોકમાં દાનનું ફળ છે. પંચ વિષયક અનુપમ ભોગ મળ્યા તે આલોકમાં જ દાનનું ફળ છે. એ પ્રમાણે આ લોકમાં દાનનું અતુલ્ય ફળ છે માટે અહો ! મહાનુભાવ! શક્તિ પ્રમાણે
દાન આપ.
“દેવદિત્ર કથા સમાપ્ત”
“અભિનવ શ્રેષ્ઠિ કથાનક'
આ જંબુદ્દીપના દક્ષિણ ભરતના મધ્યખંડમાં વૈશાલી નામે નગરી છે. અભિમાની શત્રુ રાજા રૂપ જંગલી સિંહનો નાશ કરવામાં મોટા શરભ સમાન અઢાર ગુણરાજીનો ચેટક રાજા છે. ત્યાં જીર્ણ શેઠ અને અભિનવ શેઠ દારિદ્ર અને ઐશ્વર્યના મંદિર એવા બે વાણીયા હતા. ક્યારેક ત્રિભુવનેશ્વર વીર પ્રભુ છદ્મસ્થ પર્યાયમાં વિચરતા વિચરતા ત્યાં પધાર્યા. ચૌમાસામાં એક ઉપાશ્રયમાં ચાર માસ ના ઉપવાસ કરીને કાઉસગ્ગ ધ્યાને રહ્યા. જીરણ શેઠે જોઈને ભક્તિથી પ્રણામ કર્યા. આજે હૈં કૃતાર્થ થયો. મારું જીવન સફળ થયું કારણ કે આજે પાપરૂપી કાદવને દૂર કરવામાં પાણી સમાન એવાં ભગવાનના ચરણ યુગલમાં મને નમસ્કાર કરવા મળ્યા. એમ દરરોજ પ્રભુનાં ચરણ કમલને હાથ જોડી નમવા લાગ્યો. અને ક્ષણવાર સેવા કરે છે. અને વિચારે છે કે પ્રભુ ખરેખર ચાર મહીનાના ઉપવાસ લઈને ઉભા રહ્યા લાગે છે. તેથી હંમેશા નિશ્ચલ દેહવાળા દેખાય છે. જો પ્રભુ પારણાના દિવસે મારા ઘેર પધારે તો હું મારી જાતને ધન્ય માનીશ. એમ વિચાર કરતા ચાર માસ વીતી ગયા. અને પારણાનો દિવસ આવી ગયો. ત્યારે વંદન કરી નત મસ્તકે વિનંતિ કરવા લાગ્યો કે હે ભગવન્! “મારા ઘેર પારણું કરવાની કૃપા કરો !'' એમ કહી ઘેર જઈ સામગ્રી તૈયાર કરાવી રાહ જોઈને એક ચિત્તે ઉભો રહ્યો. “આ ભગવાન આવે છે” એમ