________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૧ કોઈ યોગ્ય પુત્ર છે ? તે સાંભળીને હર્ષ પૂર્વક મહેતે કીધુ. તે શ્રેણીકરાજાને અભયકુમાર નામે રાજપુત્ર છે. આ અભયકુમાર ઔત્પાતિક વિગેરે ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત પાંચસો મંત્રીઓનો સ્વામી શૂર, સરળ, સુભગ પ્રિયબોલનાર, પહેલાથી બોલાવનાર | ૮ |
એટલે નમ્ર હોવાથી સામેથી બોલાવનાર દક્ષ કૃતજ્ઞ ણેય શાસ્ત્રમાં પારંગત કલાકુશલ વિજ્ઞાન વિનય લજ્જા દાન દયા શીલથી યુક્ત X ૯ + અત્યંત શોભાયુકત, સુરૂપ, પદાનુસારીલબ્ધિવાળો, ઉત્તમ લક્ષણવાળો, ધીર, નિશ્ચલ સમકિતધારી શ્રાવક ધર્મમાં ઉઘુક્ત / ૧૦ | શ્રીવીરજિનેશ્વરના ચરણ-કમલનો ભ્રમર, સુસાધુજનનો ભક્ત, ઉચિત કરાણમાં ઉઘતમતિવાળો સાધર્મિક અને પ્રજાનો સ્નેહી || ૧૧ ઘણું કહેવા વડે શું ? તે ગુણી છે એમ જાણી દેવો વડે પણ તેને માન અપાય છે. તે શ્રેણીક રાજાનો પુત્ર અભય નામનો રાજકુમાર છે ૧ર જેનાં પ્રભાવથી શ્રેણીકરાજા સતત ભોગોને ભોગવે છે. ત્રણ લોકમાં પ્રકટ વશવાળો છે. હે કુમાર! શું તારા વડે તે નથી જણાયો? ૧૩ || આ સાંભળી હર્ષના ભારથી ભરેલાં અંગવાળા આદ્રકુમાર વડે કહેવાયું હે તાત ! જેમ તમારી પ્રીતિ છે. તેમ અમે પણ પ્રીતિ કરવા ઈચ્છીએ છીએ. રાજાએ કહ્યું કે હે પુત્ર ! કુલકમથી ચાલી આવતી પ્રીતિ પળાય તે યોગ્ય જ છે. અને કહ્યું છે કે...
ગાઢ સજનનો રાગ ધીરે ધીરે વધે છે અને વંશમાં પ્રસરે છે તે સ્થવિરની જેમ થાકતો નથી પણ બમણો થાય છે.
તે પુરુષો ધન્ય છે. જેઓનો અભિમુખ રાગવાળો સ્નેહ દરરોજ વૃદ્ધિ પામતો ઋણની જેમ પુત્રોને વારસામાં પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કુમારે મહંતમોટા હોદ્દાવાળા દરબારીને કહ્યું કે પિતાજી જ્યારે વિસર્જન કરે ત્યારે તમે મને મળજો. તેણે કહ્યું એ પ્રમાણે કરીશ. ત્યાર પછી તે મહંત/મંત્રી રાજપુરુષે દેખાડેલા મહેલમાં રહ્યો, રાજા વડે પણ રત્નમુક્તાફળ વિદ્ગમ વિ. પ્રધાન ભેટગાઓ તૈયાર કરાવ્યા. ત્યાર પછી અન્ય દિવસે વસ્ત્ર આભરણ વગેરેથી સન્માન કરી ભેટ યુક્ત નિજપ્રધાન પુરુષો સાથે વિસર્જન કરાયેલો મહાત આર્દ્રકુમાર પાસે ગયો ને વિદાય વૃત્તાંત કહ્યો.
આદ્રકુમારે પણ અતિશૂલ મુક્તાફળ સુતેજ મહારત્ન વગેરે ભેંટણાઓ આપીને સંદેશો આપ્યો કે મારા તરફથી (વચનથી) અભયકુમારને કહેજો કે તારી સાથે આર્દ્રકુમાર પ્રીતિ કરવા ઈચ્છે છે. એમ કહી વિદાય કરાયેલા મહાતે સતત શુભ પ્રયાગો વડે રાજગૃહી નગરી પ્રાપ્ત કરી..