________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૯૫
ઈન્દ્રના વાહન તરીકે હાથી થયો. અધિજ્ઞાનથી તેમ જાણીને એમ વિચારવા લાગ્યો આ તો પેલો કાર્તિક શેઠ છે. અરે ! મારે આનું વાહન બનવાનું ? એમ વિચારી ઐરાવણે બે રૂપ કર્યા તો ઈન્દ્રે પણ બે રૂપ કર્યા. તે હાથી રૂપ વધારવા લાગ્યો ઈન્દ્રે પણ તેટલા રૂપો વિક્ર્યા. છેલ્લે ઈન્દ્રે વજ્રથી તાડન કર્યુ ત્યારે હાથી ઠેકાણે આવ્યો. (સ્વભાવસ્થ થયો.) આભિયોગિક કર્મના લીધે સીધી રીતે વહન કરવાની શરૂઆત કરી.
(ઈતિ કાર્તિક શેઠ કથાનક સમાપ્ત)
હવે બીજે આગાર બતાવે છે...
ગણાભિયોગ મન્નાદિનો સમુદાય તેની પરવશતાથી ક્યારેક અકલ્પ્ય આચરતાં સમકિતમાં અતિચાર ન લાગે તેનાં અંગે રંગાયણમલ્લની કથા કહે છે.
રંગાયણમલ થા'
આ ભરતક્ષેત્રમાં સવિલાસ નામે નગર છે. તેનું શત્રુવગરનો સુરેન્દ્રદત્ત રાજા પાલન કરે છે. તેને દશદિશાને પ્રકાશિત કરનારી રૂપવતી નામે રાણી છે. તે નગરમાં ઘણાં મલ્લો રહે છે. જેઓ વિજ્ઞાન, જ્ઞાન, બળથી ગર્વિત, આસન કરવામાં દક્ષ, યુધ્ધ નિયુધ્ધ માં પ્રધાન; અનેક રાજ્યમાં જયને વરેલાં છે. તે બધામાં પ્રધાન, ઘણાં રાજાને ખુશ કરનારો રંગાયણ નામે મન્નુ છે. ત્યાં વિચરતાં ધર્મરથસૂરિ પધાર્યા. તેઓશ્રીને વાંદવા રાજા વિ. બધા નગરજનો ગયા. અને મલ્લ (ગામ નો મુખિયો) પણ જલ્દી ગયો. સૂરીશ્વરને વાંદી યથાસ્થાને બેઠા.
આચાર્ય શ્રી પણ જિનેશ્વરે ઉપદેશેલ ધર્મ કહેવા લાગ્યા. મિથ્યાત્વ પાણીથી ભરપૂર; કષાયરૂપી પાતાળ કળશથી અગાધ, કુગ્રહરૂપી જલચરના સમૂહવાળા, મોહરૂપી આવર્તવાળા, મહાભયંકર, અનેક જાતનાં રોગરૂપી તરંગો જ્યાં ઉછળી રહ્યા છે. આપત્તિરૂપ કલ્લોલ શ્રેણીથી યુક્ત, મદનાગ્નિરૂપ વડવાનલવાળા, એવાં સંસાર સમુદ્રમાં ડુબતા ભવ્યજીવોનાં ઉદ્ધાર (નિસ્તારક) કરવામાં જહાજ સમાન, આ નિધર્મ છે. તેથી શિવસુખનાં ફળ માટે તેમાંજ મહેનત કરો. તે સાંભળી કેટલાએ પ્રવજ્યા ગ્રહણ કરી. તેમજ કેટલાએ શ્રાવક થયા. રંગાયણ પણ પાંચ અણુવ્રત સ્વીકારી ઘેર ગયો. માસકલ્પપૂર્ણ થતાં